સત્ય. સાહસ. સંકલ્પ.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મોર્નિંગ વોક દરમિયાન બેભાન, એઈમ્સમાં દાખલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મોર્નિંગ વોક દરમિયાન બેભાન, એઈમ્સમાં દાખલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બુધવારે સવારે તબિયત લથડતાં દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે મોર્નિંગ વોક દરમિયાન તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા અને કેટલીક મિનિટો સુધી બેભાન રહ્યા હતા.

ઘટનાના તુરંત બાદ તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને પીસીઆર વાહન દ્વારા ઘરે પહોંચાડ્યા હતા. ત્યારબાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલીયરી સાયન્સિસ (ILBS)ની મેડિકલ ટીમ અને એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર સંદીપ સેઠે સ્થળ પર પહોંચીને તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમની સ્વાસ્થ્ય સ્થિતિ ચિંતાજનક હોવાને કારણે ડોક્ટરોની સલાહ પર તેમને તુરંત એમ્બ્યુલન્સ દ્વારા એઈમ્સ ખસેડવામાં આવ્યા હતા.

એઈમ્સ પ્રશાસન તરફથી હજુ સુધી તેમની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિને એઈમ્સના કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કાર્ડિયોલોજી વિભાગની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 10 જાન્યુઆરીએ પણ જગદીપ ધનખડ વોશરૂમમાં બે વાર બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો એમઆરઆઈ (MRI) સ્કેન પણ કરાવવામાં આવ્યો હતો. સતત બગડતી સેહત અને ડોક્ટરોની તબીબી સલાહના કારણે તેમણે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપી દીધું હતું.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

11 Nov 2026, 07:12 PM પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મોર્નિંગ વૉક દરમિયાન બેભાન, AIIMSના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ