સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત પ્રવાસ માટે ઝિમ્બાબ્વે મહિલા ટીમ જાહેર, જોસેફિન એનકોમો રહેશે કેપ્ટન

ભારત પ્રવાસ માટે ઝિમ્બાબ્વે મહિલા ટીમ જાહેર, જોસેફિન એનકોમો રહેશે કેપ્ટન

ઝિમ્બાબ્વે ક્રિકેટે ભારત સામેની છ મેચની સિરીઝ માટે 15 ખેલાડીઓની મહિલા ટીમ જાહેર કરી છે. જોસેફિન એનકોમો ટીમની કેપ્ટનશીપ કરશે.

પસંદગીકારોએ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ICC વુમન્સ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ જીત મેળવનાર તમામ 15 ખેલાડીઓને ટીમમાં યથાવત રાખ્યા છે.

પ્રવાસની શરૂઆત 16 ઑક્ટોબરથી રાયપુરમાં ત્રણ T20 મેચથી થશે. ત્યારબાદ વડોદરામાં ત્રણ વન-ડે મેચ રમાશે.

ઝિમ્બાબ્વેએ 27 સપ્ટેમ્બરે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટે હરાવ્યું હતું. ICC વુમન્સ ચેમ્પિયનશિપમાં આ ટીમની પ્રથમ જીત હતી. તે મેચમાં રમેલા તમામ 15 ખેલાડીઓ પર પસંદગીકારોએ ભરોસો વ્યક્ત કર્યો છે. ટીમ ભારત સામે પણ આ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની જીતમાં ન્યાશા ગ્વાંઝુરાએ 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ તેના કારકિર્દીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. તેને મિચેલ મવુન્ગા અને ફ્રાન્સિસ્કા ચિપારેનો સાથ મળશે.

બેટિંગમાં મોડેસ્ટર મુપાચિક્વા, શાર્ન મયર્સ, ચિપોંગ મુગેરી-તિરીપાનો, કેલિસ એનધ્લોવુ અને બિલાવ્ડ બીઝા મહત્વની ભૂમિકા ભજવશે. કેપ્ટન જોસેફિન એનકોમો અને નોમવેલો સિબાંદા પણ ટીમને મજબૂતી આપશે.

ઝિમ્બાબ્વેની 15 સભ્યોની ટીમ: જોસેફિન એનકોમો (કેપ્ટન), બિલાવ્ડ બીઝા, ચિપો મુગેરી-તિરીપાનો, કેલિસ એનધલોવુ, મિચેલ મવુન્ગા, ફ્રાન્સિસ્કા ચિપારે, ઓલિન્ડર ચારે, કુડઝાઈ ચિગોરા, ન્યાશા ગ્વાંઝુરા, નોમવેલો સિબાંડા, લોરિન ફિરી, ચિયેડ્ઝા ધુરુરુ, મોડેસ્ટર મુપાચિક્વા, તેનદાઈ મકુશા અને શાર્ન મયર્સ.