ગુજરાતી સિનમા જગતમાંથી એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા યશ સોની અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખ પહેલીવાર એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'વિસામો'નું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે. ફિલ્મનું મુહૂર્ત પૂજા અને કેક કટિંગ સાથે ધામધૂમથી કરવામાં આવ્યું હતું.
'વિસામો' ફિલ્મ ડી બી સ્ટુડિયોઝ અને હરફનમૌલા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં યશ સોની અને માનસી પારેખ ઉપરાંત સંજય ગોરડિયા, 'ગોલમાલ' ફેમ વ્રજેશ હીરજી અને કોમેડિયન દીપ વૈદ્ય પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રતિક ગુપ્તા કરી રહ્યા છે. જોકે, ફિલ્મની રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
મુહૂર્ત શૂટના અવસર પર સ્ટારકાસ્ટ વચ્ચે ખાસ સંબંધ જોવા મળ્યો હતો. યશ, માનસી, વ્રજેશ અને દીપ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. કાસ્ટ અને ક્રુએ સાથે મળીને ભગવાનની આરતી ઉતારી અને કેક કાપીને ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રિલીઝ થયેલી યશ સોનીની ફિલ્મ 'મારણ'ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જ્યારે માનસી પારેખ માટે પણ આ વર્ષ શુભ રહ્યું છે. ગત વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે'એ 120 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેને માનસીએ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મનું આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'કાન માર્કેટ સ્ક્રીનિંગ'માં પ્રીમિયર યોજાયું હતું. માનસી હાલમાં વેબ સિરીઝ 'ચુંબક'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.