સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણમાં યશના રાવણ લુકનો ખુલાસો: 7 કિલો ઘરેણાં અને 1.8 કિલોનો મુગટ

રામાયણમાં યશના રાવણ લુકનો ખુલાસો: 7 કિલો ઘરેણાં અને 1.8 કિલોનો મુગટ

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રામાયણ: ભાગ 1' રિલીઝ થયા બાદ અભિનેતા યશ ચર્ચામાં છે. ફિલ્મમાં તેમણે રાવણનું પાત્ર ભજવ્યું છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમના લુકને લઈને ખાસ ચર્ચા થઈ રહી છે. આ લુક પાછળ કોસ્ચ્યુમ ડિઝાઇનર સાનિયા સધારિયાની મહેનત છે.

સાનિયાએ વૈરાયટી ઈન્ડિયા સાથેની વાતચીતમાં યશના રાવણ લુક વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાવણે પહેરેલા ઘરેણાંનું વજન 6થી 7 કિલો છે, જ્યારે મુગટનું વજન આશરે 1.8 કિલો છે. આ ઉપરાંત કવચ અને કોસ્ચ્યુમના કારણે કુલ વજન વધી જાય છે. એમ્બ્રોડરીનું કામ પણ વજનમાં ઉમેરો કરે છે.

સાનિયા સધારિયાએ અગાઉ 'કેજીએફ 2'માં યશના રોકીભાઈના પાત્રનો લુક તૈયાર કર્યો હતો. હવે તેમણે રામાયણમાં યશના રાવણના લુક પર કામ કર્યું છે. યશ વિશે તેમણે કહ્યું કે તેમને ક્રિએટિવ સ્વતંત્રતા આપે છે અને આખી પ્રોસેસમાં સામેલ રહે છે.

ઉલ્લેખનીય છે કે રામાયણમાં રણબીર કપૂરે ભગવાન રામનું પાત્ર નિભાવ્યું છે. ફિલ્મે માત્ર ચાર દિવસમાં 500 કરોડની નજીક કમાણી કરી છે. ફિલ્મનું બજેટ 2,000 કરોડ હોવાનો અંદાજ છે. દિવાળીની વ્યસ્ત સીઝનમાં પણ દર્શકોએ ફિલ્મને વધાવી છે અને વિદેશમાં પણ તેની કમાણીમાં વધારો થયો છે.