સત્ય. સાહસ. સંકલ્પ.

WPL 2027: વડોદરામાં 11 મેચ, 14 જાન્યુઆરીએ RCB અને MI વચ્ચે ઉદ્ઘાટન મુકાબલો

WPL 2027: વડોદરામાં 11 મેચ, 14 જાન્યુઆરીએ RCB અને MI વચ્ચે ઉદ્ઘાટન મુકાબલો

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027ની સીઝનનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. આ સીઝનમાં વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ 11 મેચ રમાશે. ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ 14 જાન્યુઆરી 2027ના રોજ સાંજે 7:30 વાગ્યે વડોદરામાં રમાશે.

આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામસામે ટકરાશે. વડોદરામાં 14 થી 24 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7:30 વાગ્યે મેચ યોજાશે. આ દરમિયાન ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળશે.

ત્યારબાદ 26 જાન્યુઆરી 2027થી લીગની બાકીની મેચો મુંબઈના CCI મેદાન પર યોજાશે. મુંબઈમાં પણ મેચો રાત્રે 7:30 વાગ્યે જ રમાશે. ટૂર્નામેન્ટનો એલિમિનેટર મુકાબલો 5 ફેબ્રુઆરી 2027ના રોજ મુંબઈ-CCI ખાતે રમાશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2027ના રોજ સાંજે 7:30 વાગ્યે મુંબઈ-CCI ખાતે જ WPL 2027ની ફાઇનલ મેચ યોજાશે, જેમાં ચેમ્પિયન ટીમનો નિર્ણય થશે.