સત્ય. સાહસ. સંકલ્પ.

WPL 2027નું શેડ્યૂલ જાહેર: ઉત્તરાયણથી શરૂ, વડોદરા-મુંબઈમાં 22 મેચ

WPL 2027નું શેડ્યૂલ જાહેર: ઉત્તરાયણથી શરૂ, વડોદરા-મુંબઈમાં 22 મેચ

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સીઝનનું શેડ્યૂલ બીસીસીઆઈએ જાહેર કર્યું છે. ટુર્નામેન્ટ 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરી, 2027ના રોજ ફાઇનલ સાથે પૂર્ણ થશે. આ વખતે તમામ 22 મેચ વડોદરા અને મુંબઈમાં રમાશે. બંને શહેરોમાં 11-11 મેચનું આયોજન થશે.

સીઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે 14 જાન્યુઆરીએ વડોદરામાં ટક્કર થશે. ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો 14થી 24 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં પાંચેય ટીમો પોતાની સ્થિતિ મજબૂત કરવા મેદાનમાં ઉતરશે.

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ શેડ્યૂલ પોસ્ટ કરીને જાહેરાત કરી છે. આ સાથે જ મહિલા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે.