સત્ય. સાહસ. સંકલ્પ.

WPL 2027: 14 જાન્યુઆરીથી ટુર્નામેન્ટ શરૂ, પહેલીવાર જાન્યુઆરીમાં યોજાશે લીગ

WPL 2027: 14 જાન્યુઆરીથી ટુર્નામેન્ટ શરૂ, પહેલીવાર જાન્યુઆરીમાં યોજાશે લીગ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 2027 સીઝનની તારીખો જાહેર કરી છે. આ સીઝન 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પહેલીવાર છે જ્યારે WPL જાન્યુઆરીમાં યોજાશે; અગાઉ તે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાતી હતી.

ટુર્નામેન્ટ કુલ 35 દિવસ ચાલશે. જોકે, ટુર્નામેન્ટનું સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ટીમોની સંખ્યા પણ યથાવત રહેશે.

BCCI એ નવી સીઝન માટે ખેલાડીઓની મીની હરાજીની તારીખો પણ જાહેર કરી છે. મીની હરાજી 28 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે. આ હરાજી પહેલીવાર કોચીનમાં યોજાશે અને તે એક દિવસ ચાલશે. હરાજી શહેરના ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાશે.

ખેલાડીઓને જાળવી રાખવાની પ્રક્રિયા હરાજીના એક મહિના પહેલા, એટલે કે 28 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી, આ તારીખે પાંચેય ફ્રેન્ચાઇઝી તેમની જાળવી રાખેલી ટીમોની જાહેરાત કરશે.