સત્ય. સાહસ. સંકલ્પ.

34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો', ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ

34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો', ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ

તમે બાળપણમાં માટી કે પ્લાસ્ટિકનો નાનો ગલ્લો જોયો હશે, અને તેમાં પૈસા પણ ભર્યા હશે. પણ કોલંબિયામાં બનેલો એક ગલ્લો એટલો મોટો છે કે તેની સામે ઊભેલો માણસ પણ નાનો દેખાય છે. આ વિશાળ ગલ્લાનો વીડિયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ ગલ્લો કોલંબિયાના 'મનો ડેલ આર્ટેસાનો – પુએબ્લિટો ડી બારો' દ્વારા બનાવવામાં આવ્યો છે. તેની ઊંચાઈ 9 મીટર એટલે કે લગભગ 29 ફૂટ 6 ઈંચ છે, જ્યારે લંબાઈ 10.36 મીટર એટલે કે લગભગ 34 ફૂટ છે. આટલી ઊંચાઈ બે કે ત્રણ માળની ઈમારત જેટલી થાય છે.

સામાન્ય રીતે ગલ્લો હાથમાં ઉપાડી શકાય કે ઘરના ખૂણામાં રાખી શકાય એવો હોય છે. આ વિશાળ ગલ્લો જોઈને સમજાય છે કે કલાકારોએ એક સાધારણ વસ્તુને અસામાન્ય રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. માટી સાથે જોડાયેલી કલાકૃતિઓ દુનિયાના ઘણા ભાગોમાં બનતી હોય છે, પણ કોઈ સામાન્ય વસ્તુને આટલા મોટા આકારમાં તૈયાર કરવી એ પોતાનામાં રસપ્રદ બાબત છે.