પાકિસ્તાનમાં 7 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2028 સુધી મહિલા T20 વર્લ્ડ કપ રમાશે. 12 ટીમોની આ ટુર્નામેન્ટની યજમાની પહેલી વાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મળી છે.
પાકિસ્તાન ઇચ્છે છે કે ભારતની મેચ સિવાયની બાકીની બધી મેચ તેના દેશમાં યોજાય. ભારતની મેચ UAEમાં યોજાઈ શકે છે. તેનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો રાજકીય તણાવ અને ICCનું હાઇબ્રિડ મોડલ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી મેચ આ જ વર્ષે 14 જૂને મહિલા T20 વર્લ્ડ કપમાં રમાઈ હતી. ભારતે આ મેચ 64 રનથી જીતી હતી.
ભારતની મેચ UAEમાં શા માટે યોજાઈ શકે છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે બંને દેશોની ટીમ 2012 પછીથી એકબીજાના દેશમાં દ્વિપક્ષીય શ્રેણી રમતી નથી.
ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ICCએ 19 ડિસેમ્બર 2024ના રોજ હાઇબ્રિડ મોડલની પુષ્ટિ કરી હતી. આ અંતર્ગત, જ્યારે ભારત અથવા પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટનું આયોજન કરે છે, ત્યારે બીજા દેશ સામેની મેચ તટસ્થ સ્થળે યોજવામાં આવે છે.
આ વ્યવસ્થાનું પ્રથમ મોટું ઉદાહરણ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રહી. પાકિસ્તાન યજમાન હતું, પરંતુ ભારતીય ટીમે પોતાની તમામ મેચો દુબઈમાં રમી હતી. ભારતે ફાઇનલ પણ દુબઈમાં જ જીતી હતી.
UAE ભારતની મેચ માટે સંભવિત વિકલ્પ છે. પાકિસ્તાનથી દુબઈનું ઓછું અંતર હોવાને કારણે ખેલાડીઓની મુસાફરી, હોટેલ અને પરિવહનની વ્યવસ્થા સરળ બની શકે છે. તેનાથી આયોજનનો ખર્ચ પણ ઘટે છે.
મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાઈ હતી. જોકે ભારતે પોતાની તમામ મેચ UAEમાં રમી હતી. તસવીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી હતી.
ભારત નોકઆઉટમાં પહોંચે તો શું થશે?
ભારત મહિલા ક્રિકેટની મજબૂત ટીમમાં સામેલ છે. તેથી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચના સ્થળો નક્કી કરતી વખતે ભારતના સેમિફાઇનલ અથવા ફાઇનલ સુધી પહોંચવાની સંભાવનાને પણ ધ્યાનમાં લેવી પડશે.
અહેવાલો અનુસાર, PCB અધિકારીએ કહ્યું છે કે જો ભારત ફાઇનલમાં નહીં પહોંચે, તો ટાઇટલ મુકાબલો લાહોરમાં યોજાઈ શકે છે.
ભારતે 2025માં પ્રથમ વખત મહિલા વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.
12 ટીમની ટુર્નામેન્ટમાં 10 સ્થાન નક્કી
2028 મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 12 ટીમ ભાગ લેશે. તેમાંથી આઠ ટીમે 2026 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં પોતાના પ્રદર્શનના આધારે સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે.
યજમાન હોવાને કારણે પાકિસ્તાનને સીધી જગ્યા મળી છે. ICC મહિલા T20 રેન્કિંગમાં નક્કી કરાયેલી કટ-ઓફ તારીખે આયર્લેન્ડે પણ સ્થાન મેળવ્યું. બાકીની બે ટીમ 10 ટીમના ગ્લોબલ ક્વોલિફાયરથી આવશે.
પહેલગામ હુમલા બાદ ક્રિકેટમાં પણ વધી અંતર
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ નવો નથી, પરંતુ એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.
ત્યારબાદ ભારતે મે 2025માં ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી. બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ પણ વધ્યો. તેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી.
મેન્સ ટીમે હાથ ન મિલાવ્યો, મહિલા ટીમે પણ અપનાવ્યો આ જ વલણ
પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન મુકાબલાઓમાં હાથ મિલાવવાની પરંપરા પણ વિવાદનો વિષય બની ગઈ. સપ્ટેમ્બર 2025માં UAEમાં યોજાયેલા મેન્સ એશિયા કપમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ સમયે હાથ મિલાવ્યા નહોતા.
મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા. સૂર્યકુમારે જીત પહેલગામ હુમલાના પીડિતો અને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી.
આ પછી ભારતીય મહિલા ટીમે પણ આ જ વલણ અપનાવ્યું. ઑક્ટોબર 2025માં શ્રીલંકાના કોલંબોમાં મહિલા વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ સમયે હાથ મિલાવ્યા નહોતા.
એશિયા કપ 2025માં નો હેન્ડશેકની શરૂઆત થઈ હતી. તે સમયે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે પાકિસ્તાનના સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો નહોતો.
2028-29ના ક્રિકેટ કેલેન્ડરમાં બીજું શું?
લોસ એન્જેલિસ ઓલિમ્પિક ક્વોલિફાયર: પુરુષ અને મહિલા ક્રિકેટની ક્વોલિફિકેશન મેચો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028માં યોજવાની યોજના છે.
મેન્સ T20 વર્લ્ડ કપ 2028: ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે ટુર્નામેન્ટની યજમાની કરશે. તેનો પ્રસ્તાવિત સમયગાળો 12 ઑક્ટોબરથી 12 નવેમ્બર 2028 છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2029: ઇ