સત્ય. સાહસ. સંકલ્પ.

Wi-Fi AC ખરીદતા પહેલાં જાણો: શું છે ફાયદા અને ક્યારે ન પડે કામ

Wi-Fi AC ખરીદતા પહેલાં જાણો: શું છે ફાયદા અને ક્યારે ન પડે કામ

ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા બજારમાં હવે Wi-Fi કનેક્ટિવિટીવાળા એર કંડિશનર્સની માંગ વધી રહી છે. આ ACને સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાય છે, પણ શું વધારાના પૈસા ખર્ચીને આ ખરીદવું ખરેખર ફાયદાકારક છે કે પછી સામાન્ય ઇન્વર્ટર AC પૂરતું છે? અહીં કેટલીક મહત્વની વાતો છે.

ઘરની બહારથી પણ કંટ્રોલ: Wi-Fi ACનો સૌથી મોટો ફાયદો છે રિમોટ એક્સેસ. જો તમે ઓફિસ કે બહારથી ઘરે આવતા હોવ, તો રસ્તામાંથી જ ફોન એપ દ્વારા AC ઓન કરી શકો છો, જેથી ઘરે પહોંચતાં જ ઠંડક મળે. જો ઉતાવળમાં AC ચાલુ રાખીને બહાર નીકળી ગયા હોવ, તો ગમે ત્યાંથી બંધ પણ કરી શકાય.

વીજ વપરાશ પર નજર: કેટલીક એપમાં વીજળીનો વપરાશ અને ઉપયોગની વિગતો જોવા મળે છે, જેનાથી ખબર પડે છે કે AC કેટલા સમયથી ચાલુ છે. પરંતુ ફક્ત Wi-Fi ફીચરથી વીજળીની બચત નથી થતી; તેના માટે સ્ટાર રેટિંગ, ઇન્વર્ટર ટેકનોલોજી અને રૂમનું કદ મહત્વનાં છે.

ટાઈમર અને શિડ્યુલિંગ: Wi-Fi ACમાં એડવાન્સ શિડ્યુલિંગનો વિકલ્પ મળે છે. ઉદાહરણ તરીકે, રાત્રે ચોક્કસ સમયે તાપમાન આપમેળે બદલી શકાય છે કે સવારે રૂમ ઠંડો થતાં જ AC બંધ થઈ શકે. આનાથી બિનજરૂરી વીજ વપરાશ ઘટે છે.

કોના માટે આ ફીચર નકામું? જો બજેટ મર્યાદિત છે અને તમારે માત્ર રૂમ ઠંડો રાખવો છે, તો Wi-Fi માટે વધારાના ₹2,000થી ₹4,000 આપવા યોગ્ય નથી. સામાન્ય ઇન્વર્ટર AC પણ ઓછી વીજળીમાં સારી ઠંડક આપે છે. જે લોકો પરંપરાગત રિમોટથી જ ચલાવવા ટેવાયેલા છે, તેમના માટે આ ફીચર બિનઉપયોગી બની શકે છે.

ખરીદતા પહેલાં શું તપાસવું? માત્ર સ્માર્ટ ફીચર્સ જોઈને નિર્ણય ન લો. ACનું સ્ટાર રેટિંગ અને ISEER વેલ્યૂ જરૂર તપાસો. કોમ્પ્રેસરની વોરંટી, સર્વિસ નેટવર્ક અને કોપર કન્ડેન્સર કોઈલની ખાતરી કરો. ઉપરાંત, એપ એન્ડ્રોઇડ કે iOS પર બગ-ફ્રી કામ કરે છે કે નહીં તે પણ જાણી લો.

Disclaimer: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલાં પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.