ઘણા લોકો રોજ કમ્પ્યુટર કે લેપટોપ વાપરે છે, છતાં તેમનું ધ્યાન ક્યારેય એ વાત પર ગયું નથી કે માઉસનું કર્સર કે પોઇન્ટર સીધું નહીં પણ થોડું ડાબી બાજુ નમેલું દેખાય છે. આ પાછળ કોઈ ખાસ ડિઝાઇનનો વિચાર નથી, પરંતુ દાયકાઓ જૂની ટેકનિકલ મર્યાદા છે.
1968 માં ડગલસ એંગેલબાર્ટે પોતાના જાણીતા ડેમોમાં માઉસ રજૂ કર્યું હતું. એ સમયે સ્ક્રીન પર દેખાતું કર્સર બિલકુલ સીધું હતું.
1970ના દાયકામાં સ્ક્રીનનું રિઝોલ્યુશન ઓછું હતું અને પિક્સેલ્સની સંખ્યા પણ મર્યાદિત હતી. 1973 માં આવેલા ઝેરોક્સ ઓલ્ટો કમ્પ્યુટરમાં કર્સર દેખાડવા માટે માત્ર 16 બાય 16 પિક્સેલ્સ જેટલી જગ્યા મળતી હતી. આટલી નાની જગ્યામાં સીધું કર્સર સ્પષ્ટ રીતે બતાવવું શક્ય નહોતું.
આ સમસ્યાના ઉકેલ માટે એલને કર્સરનો આકાર બદલ્યો. સીધા કર્સરની બંને બાજુની કિનારીઓ પિક્સેલ્સને કારણે તૂટેલી-ફાટેલી દેખાતી હતી, જેથી તેનો આકાર પણ સમજાતો નહોતો. કર્સરને ડાબી તરફ થોડું નમાવતા તેની એક કિનારી સીધી ઊભી થઈ ગઈ અને બીજી કિનારી લગભગ 45 ડિગ્રીના ખૂણે આવી ગઈ. આ ફેરફારથી કર્સર વધુ સ્પષ્ટ અને અણીદાર દેખાવા લાગ્યું અને લોકો તેને સરળતાથી કર્સર તરીકે ઓળખવા લાગ્યા.
1981 માં ઝેરોક્સે પોતાના સ્ટાર કમ્પ્યુટરમાં કર્સરને ફરીથી સીધું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી એપલ અને વિન્ડોઝે આ નમેલી ડિઝાઇનને અપનાવી લીધી. હાઈ-રિઝોલ્યુશન સ્ક્રીન આવ્યા પછી પણ તેમાં બદલાવ લાવવામાં આવ્યો નહીં, અને આજે પણ માઉસનું પોઇન્ટર લગભગ 22.5 ડિગ્રીના ખૂણે નમેલું હોય છે.