સત્ય. સાહસ. સંકલ્પ.

કોણ છે ડૉ. આરતી શાહ? ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલા આ મહિલા નક્કી કરશે Nvidiaના CEOનું ભવિષ્ય!

કોણ છે ડૉ. આરતી શાહ? ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલા આ મહિલા નક્કી કરશે Nvidiaના CEOનું ભવિષ્ય!

એનવીડિયા (Nvidia) કંપની આ સમયે તેના CEO જેન્સન હુઆંગ સંબંધિત એક વિવાદમાં ચર્ચામાં છે. કેટલાક અહેવાલોમાં ચીન સાથે જોડાયેલી એક મહિલા સાથે તેમના કથિત સંબંધોનો ઉલ્લેખ થયો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આ તપાસમાં ભારતીય મૂળના ડૉ. આરતી શાહનું નામ પણ ચર્ચામાં છે, જે કંપનીના બોર્ડના સભ્ય છે.

ડૉ. આરતી શાહે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગણિત અને આંકડાશાસ્ત્ર વિષયમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઈડમાંથી એપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સમાં પીએચડી પૂર્ણ કરી છે. તેમણે અમેરિકન ફાર્મા કંપની ઈલી લિલીમાં લગભગ 27 વર્ષ સુધી વિવિધ જવાબદારીઓ સંભાળી છે, જેમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઈન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસરનો સમાવેશ થાય છે. નવેમ્બર 2020માં તેમની નિવૃત્તિની જાહેરાત થઈ હતી અને 2021માં તેઓ કંપનીમાંથી અલગ થયા હતા.

એનવીડિયાએ 9 નવેમ્બર 2020ના રોજ ડૉ. આરતી શાહને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેઓ કંપનીની બે મહત્વપૂર્ણ સમિતિઓમાં પણ સભ્ય છે. ઉલ્લેખનીય છે કે, એનવીડિયા AI ચિપ્સના ક્ષેત્રમાં અગ્રણી કંપની છે અને વિશ્વની ઘણી મોટી ટેક કંપનીઓ તેની ચિપ્સ પર નિર્ભર છે. જેન્સન હુઆંગે 1993માં કંપનીની સ્થાપના કરી હતી અને ત્યારથી તેમણે કંપનીનું નેતૃત્વ કર્યું છે.

આ વિવાદમાં હજુ સુધી કંપનીની ગોપનીય માહિતીના ભંગનો કોઈ પુરાવો સામે આવ્યો નથી. બોર્ડની સ્વતંત્ર તપાસ ચાલુ છે, તેથી આગળ શું પરિણામ આવશે તે જોવાનું રહેશે.