સત્ય. સાહસ. સંકલ્પ.

WhatsApp હેક થાય તો ગભરાવું નહીં: આ સિક્રેટ કોડથી એકાઉન્ટ પાછું મેળવો

WhatsApp હેક થાય તો ગભરાવું નહીં: આ સિક્રેટ કોડથી એકાઉન્ટ પાછું મેળવો

તમારું WhatsApp અચાનક બંધ થઈ ગયું હોય કે લોગ-આઉટ થઈ ગયું હોય, તો તેને સામાન્ય ટેકનિકલ ખામી ગણીને અવગણવાની ભૂલ ન કરવી. આ હેકિંગ કે સાયબર ફ્રોડનો સંકેત હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ તમારો OTP મેળવીને તમારા જ નંબરથી બીજા ફોનમાં એકાઉન્ટ એક્ટિવ કરી લીધું હોય, તો તરત જ એકાઉન્ટ રિકવર કરવું જરૂરી છે. ગભરાવાની જરૂર નથી. WhatsAppના ઓફિશિયલ રિકવરી ફોર્મ અને એક ખાસ કોડની મદદથી તમે તમારું એકાઉન્ટ સુરક્ષિત રીતે પાછું મેળવી શકો છો.

સૌથી પહેલા તપાસો કે તમારા ફોનમાં Call Forwarding કે SMS Forwarding ચાલુ તો નથી. આ માટે ફોનના ડાયલર પર ##21# ડાયલ કરો. આ કોડ Call Forwarding બંધ કરવા માટે વપરાય છે. ત્યારબાદ WhatsAppની વેબસાઈટ પર ઉપલબ્ધ એકાઉન્ટ રિકવરી ફોર્મ ખોલો.

ફોર્મમાં પહેલું પ્રશ્ન પૂછાય છે: તમે કાયદા અમલીકરણ અધિકારી છો? સામાન્ય યુઝર હોવાથી 'No' પસંદ કરો. પછી દેશમાં 'India' સિલેક્ટ કરીને તમારો WhatsApp નંબર દાખલ કરો અને ફરી નાખીને કન્ફર્મ કરો.

આગળ 'My account has been hacked' વિકલ્પ પસંદ કરો. સમસ્યા વિશે માહિતી આપવા માટે એક બોક્સ દેખાશે, જેમાં સ્પષ્ટ લખો કે એકાઉન્ટ લોગ-આઉટ થઈ ગયું છે અને ફરી લોગિન થઈ શકતું નથી. જો તમે પોતે જ રિક્વેસ્ટ કરી રહ્યા છો, તો 'No' પસંદ કરો (કોઈ વકીલ કે બીજી વ્યક્તિ વતી નહીં).

ત્યારબાદ પ્રભાવિત WhatsApp એકાઉન્ટ ધરાવતી વ્યક્તિનું પૂરું નામ ભરો. એક સક્રિય ઈમેલ એડ્રેસ આપો અને ફરી નાખીને કન્ફર્મ કરો. ઈમેલ ખાસ ધ્યાનથી ભરો, કારણ કે રિકવરી સંબંધિત માહિતી કે અપડેટ આ ઈમેલ પર જ મોકલાશે. બધી માહિતી ભર્યા પછી શરતો સ્વીકારો અને ઈલેક્ટ્રોનિક સિગ્નેચર માટે તમારું પૂરું નામ લખીને રિક્વેસ્ટ સબમિટ કરો.

રિક્વેસ્ટ સબમિટ થયા પછી WhatsApp પ્રક્રિયા આગળ વધારશે. થોડા સમય પછી જે ડિવાઈસ પર અન્ય વ્યક્તિએ એકાઉન્ટ એક્ટિવ કર્યું હતું, ત્યાંથી લોગ-આઉટ થઈ જશે. રિકવરી અંગેનો એલર્ટ ઈમેલ મળશે. પછી તમારા ફોનમાં WhatsApp ખોલીને નંબર રજિસ્ટર કરો. નવો OTP આવશે, જે દાખલ કરતાં જ એકાઉન્ટનો એક્સેસ પાછો મળી જશે.

એકાઉન્ટ પાછું મળ્યા બાદ Two-Step Verification ચાલુ કરવી. તમારો OTP કોઈની સાથે શેર ન કરવો. આ સૌથી મહત્વની સાવચેતી છે.