સત્ય. સાહસ. સંકલ્પ.

કેમ્પબેલ, હોપ અને જાંગુની સદી: ગુવાહાટી વનડેમાં ભારતીય બોલિંગ ફરી ધોવાઈ

કેમ્પબેલ, હોપ અને જાંગુની સદી: ગુવાહાટી વનડેમાં ભારતીય બોલિંગ ફરી ધોવાઈ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય ભારત માટે ભારે પડ્યો. વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી અને એક જ ઈનિંગમાં ત્રણ સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો.

વેસ્ટ ઈન્ડિઝના જોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી. શાઈ હોપે 90 બોલમાં સદી ફટકારી અને 104 રનના અંગત સ્કોરે આઉટ થયો. ત્યારબાદ આમિર જાંગુએ 70 બોલમાં સદી પૂરી કરી. આમ, વેસ્ટ ઈન્ડિઝે વનડેમાં એક જ ઈનિંગમાં ત્રણ સદી ફટકારવાની સિદ્ધિ મેળવી.

વનડે ઈતિહાસમાં એક જ ઈનિંગમાં ત્રણ સદી ફટકારનારી વેસ્ટ ઈન્ડિઝ ચોથી ટીમ બની છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ સિદ્ધિ મેળવી હતી. ભારત સામે આ બીજી વખત બન્યું છે; 2015માં દક્ષિણ આફ્રિકાના ત્રણ બેટ્સમેનોએ ભારત સામે એક જ વનડેમાં ત્રણ સદી ફટકારી હતી.

મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતથી દબાણ જાળવી રાખ્યું. 15 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 132 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં કેમ્પબેલે સદી પૂરી કરી; તેણે 68 બોલમાં 101 રન ફટકાર્યા, જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. 25.3 ઓવરમાં ટીમનો સ્કોર 200 રનને પાર થઈ ગયો. હોપે કુલદીપ યાદવના બોલ પર 104 રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવી. જાંગુએ પણ ઝડપી સદી ફટકારી, જે ભારત સામેની વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન દ્વારા બીજી સૌથી ઝડપી સદી છે.