સત્ય. સાહસ. સંકલ્પ.

રાંચીમાં વેસ્ટ ઇન્ડિઝે રચ્યો ઇતિહાસ, ભારત સામે T20Iમાં 250 રનનો સૌથી મોટો સફળ પીછો

રાંચીમાં વેસ્ટ ઇન્ડિઝે રચ્યો ઇતિહાસ, ભારત સામે T20Iમાં 250 રનનો સૌથી મોટો સફળ પીછો

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રાંચીના મેદાન પર રમાયેલી પાંચ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 6 વિકેટે જીત મેળવી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા.

જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે પણ આક્રમક બેટિંગ કરી અને માત્ર 18.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસિલ કરી લીધો. આ સાથે તેણે T20Iમાં ભારત સામે સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ મેચ પહેલા T20Iમાં ભારત સામે સૌથી મોટા સફળ રન ચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જેણે 2023માં ગુવાહાટીમાં 223 રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. હવે વેસ્ટ ઇન્ડિઝે આ રેકોર્ડ તોડી નાખ્યો છે અને ટીમ ઇન્ડિયા સામે T20Iમાં 250 રનનો લક્ષ્યાંક હાંસિલ કરનારી પ્રથમ ટીમ બની છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી મોટા સફળ રન ચેઝની યાદીમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે.

T20Iમાં ભારતીય ટીમ સામે સૌથી મોટા સફળ રન ચેઝ:

વેસ્ટ ઇન્ડિઝ – 250 રન (રાંચી, 2026)
ઓસ્ટ્રેલિયા – 223 રન (ગુવાહાટી, 2023)
દક્ષિણ આફ્રિકા – 212 રન (દિલ્હી, 2022)
ઓસ્ટ્રેલિયા – 209 રન (મોહાલી, 2012)
દક્ષિણ આફ્રિકા – 200 રન (ધરમશાળા, 2015)

આ સાથે વેસ્ટ ઇન્ડિઝ T20 ક્રિકેટમાં 250 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂરો કરનારી સાતમી ટીમ બની ગઈ છે. T20 ક્રિકેટમાં સૌથી મોટા સફળ રન ચેઝનો રેકોર્ડ વોશિંગ્ટન ફ્રીડમના નામે છે, જેણે 2026માં ઓકલેન્ડ રાઇડર્સ સામે 267 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવો બનાવ ફક્ત બીજી વખત બન્યો છે. અગાઉ 2023માં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 259 રનનો લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો.

આ મેચમાં ભારતીય બોલરો પર ખૂબ માર પડ્યો. અક્ષર પટેલે 3.3 ઓવરમાં 63 રન અને કુલદીપ યાદવે 4 ઓવરમાં 53 રન આપ્યા. નમન ધીર, શિવમ દુબે, અર્શદીપ સિંહ અને મયંક યાદવ સહિત તમામ બોલરોને ધોલાઈનો સામનો કરવો પડ્યો. ભારતના દરેક બોલરનો ઇકોનોમી રેટ 11થી વધુ રહ્યો હતો.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

09 Oct 2026, 10:17 PM રાંચીમાં વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડબ્રેક વિજય, ભારત સામે 252 રનનો સૌથી મોટો સફળ પીછો