સત્ય. સાહસ. સંકલ્પ.

પશ્ચિમ બંગાળ: પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓના આંતરવસ્ત્રો ઉતરાવવાનો આરોપ, પોલીસ તપાસ શરૂ

પશ્ચિમ બંગાળ: પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓના આંતરવસ્ત્રો ઉતરાવવાનો આરોપ, પોલીસ તપાસ શરૂ

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં સાંકરાઇલ સ્થિત સરકારી સ્કૂલમાં ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (ડીએલએડ)ની પરીક્ષા દરમિયાન મહિલા પરીક્ષાર્થીઓના આંતરવસ્ત્રો ઉતરાવીને તપાસ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.

પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તપાસના નામે ખાનગી એજન્સીની કેટલીક મહિલા બાઉન્સરોએ યુવતીઓના આંતરવસ્ત્રો ઉતરાવ્યા હતા અને તેમના અંગોને સ્પર્શ કર્યો હતો. આ ઘટના ૮ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી પરીક્ષા દરમિયાન બની હોવાનો આરોપ છે.

એક મહિલા પરીક્ષાર્થીએ આરોપ લગાવ્યો છે કે વિરોધ કરવા બદલ તેમના આંતરવસ્ત્રો ઉતરાવડાવીને વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.

કેટલાય દિવસોથી આ પ્રકારની ચકાસણીથી પરેશાન વિદ્યાર્થિનીઓએ શુક્રવારે રાત્રે સાંકરાઇલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાં જ પોલીસ અધિકારીઓ સ્કૂલમાં પહોંચ્યા અને પરીક્ષાર્થીઓ તથા સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.