જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026ના સપ્તાહમાં ગ્રહોની સ્થિતિ 12 રાશિઓ માટે મહત્વપૂર્ણ રહેશે. કેટલીક રાશિઓને કરિયર અને વ્યવસાયમાં નવી તકો મળશે, જ્યારે કેટલીકને વાણી, વ્યવહાર અને નાણાકીય આયોજનમાં ધીરજ રાખવી પડશે. ચાલો જાણીએ આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે.
મેષ: અંગત કે વ્યાવસાયિક વાતચીતમાં ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી ગેરસમજ ન થાય. તમે જેવો વ્યવહાર કરશો તેવો સામે પક્ષે મળશે, તેથી ધીરજ રાખો. ગણતરીપૂર્વક વ્યવહાર કરો અને તેટલી જ અપેક્ષા રાખો.
વૃષભ: કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા સમયનો વ્યય થાય, તો ધીરજ રાખો. મુસાફરીની સંભાવના છે. ખોટા ખર્ચ થઈ શકે છે. કોઈને વણમાંગી સલાહ આપવી કે બિનજરૂરી દલીલ કરવી ટાળો.
મિથુન: જાણવાની વૃત્તિ અને ઉતાવળ વધુ જાગે છે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખો. શાંતિથી સમય પસાર કરો અને ખોટા વિચારો ન આવે તેનું ધ્યાન રાખો.
કર્ક: કામકાજનું ભારણ હોવા છતાં સહયોગની ભાવના વધુ જોવા મળશે. પરિચિતો સાથે સમય વધુ પસાર થશે. સામાજિક કાર્યમાં સેવા કરવાની તત્પરતા બતાવશો. પસંદગીની ખરીદી થઈ શકે છે. નાણાંનું આયોજન યોગ્ય રાખો.
સિંહ: વાતચીત કે કામકાજ દરમિયાન ઉશ્કેરાટથી બચો જેથી તકરાર ન થાય. અંગત કાર્યમાં સમયનો વ્યય થઈ શકે છે. થાકની અસર વધુ દેખાશે. કોઈને વણમાંગી સલાહ ન આપો.
કન્યા: કામકાજમાં તમારી વાણીનો સારો પ્રભાવ રહેશે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની સંભાવના છે. મુસાફરીનું આયોજન થઈ શકે છે. ઉત્સાહ સારો રહેશે અને નવો અનુભવ સુખદ રહેશે.
તુલા: કામકાજ અને વિચારોમાં સારા પરિવર્તનના યોગ છે. આત્મવિશ્વાસ સારો રહેશે જેની અસર કામ અને વ્યવહાર પર દેખાશે. વ્યવહારુ અભિગમ રાખો જેથી કાર્યમાં સારી અસર પડે અને પ્રતિભા જળવાઈ રહે.
વૃશ્ચિક: કોઈની પણ સાથે વાતચીતમાં કાળજી રાખો જેથી ગેરસમજ ન થાય. નવું આયોજન થઈ શકે છે. થાકની અસર વધુ રહેશે. આરામ કરવાની કે કામ ટાળવાની વૃત્તિ વધુ જોવા મળશે.
ધન: કાર્યમાં ઉત્સાહ સારો રહેશે અને અન્યનો સહયોગ મળશે. ફુરસદના સમયમાં આરામવૃત્તિ વધુ જોવા મળશે. ઇતર પ્રવૃત્તિમાં સમય પસાર થશે અને ખુશીનો અનુભવ થશે.
મકર: કોઈ મુલાકાતમાં વાતચીતમાં સમય વધુ પસાર થશે, પરંતુ અગત્યની વાત થઈ શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળશે. આયોજન હશે તો કાર્ય સફળ થશે, તેથી ધીરજ રાખો.
કુંભ: કોઈ કાર્યમાં વ્યસ્તતા વધુ રહેશે. હિતશત્રુ હોય તો કાબુમાં રહેશે. વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથી દૂર રહો અને ખોટા ખર્ચથી બચો. સમય અને નાણાંનું આયોજન રાખો.
મીન: તમારા સ્વભાવ અને વિચારોને કારણે લોકો સાથે સંબંધોમાં ગરમી આવી શકે છે. ધીરજ રાખો અને વાતચીતમાં સંતુલન જાળવો. અન્યની ભાવનાઓનું ધ્યાન રાખો.