૪ ઓક્ટોબર, રવિવારથી ૧૦ ઓક્ટોબર, શનિવાર સુધીના સપ્તાહમાં તમારી રાશિ મુજબ ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તે અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો.
મેષ: મૂલ્યવાન વસ્તુ કે પ્રોપર્ટીની ખરીદ-વેચાણની યોજના બનાવેલી હોય તો આ સપ્તાહ તેને અમલમાં મૂકવાનો સારો સમય છે. રાજકીય ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોનો કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થશે. કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાતનો પણ અવસર બનશે. નજીકના અને પારિવારિક સંબંધો પર ધ્યાન આપો, તેનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે, પરંતુ થોડી સમજદારીથી સંબંધો સુધરી પણ જશે. કાર્યક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે અને તમારી શ્રેષ્ઠ કાર્યપ્રણાલીના સાનુકૂળ પરિણામો સામે આવશે. ચોક્કસપણે સફળતા મળશે. પાર્ટનરશિપ સંબંધિત કોઈ પ્રપોઝલ પણ આવી શકે છે. નોકરીયાત લોકોને પોતાના પ્રોજેક્ટમાં સફળતા મળશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને પારિવારિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત તપાસ નિયમિતપણે કરાવતા રહો. લકી કલર: બદામી, લકી નંબર: ૩.
વૃષભ: પરિવારના કોઈ સભ્યોની સિદ્ધિને લઈને ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. થોડો સમય તમારી હોબી અથવા મનપસંદ કાર્યોમાં પણ જરૂર વિતાવો. શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાથી તમને નવી ઊર્જા અને સ્ફૂર્તિનો અનુભવ થશે. બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કરવાના બદલે પોતાના કાર્યો પર જ ધ્યાન આપો. બહારની પ્રવૃત્તિઓમાં વધુ અવરજવરથી બચો. આ સમય ખૂબ જ ધીરજ અને શાંતિપૂર્ણ રીતે વિતાવવાનો છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું પૂર્ણ નિયંત્રણ રહેશે, પરંતુ પોતાની યોજનાઓ ગુપ્ત રાખો, લીક થવાની આશંકા છે. નોકરીયાત લોકોનો ઓફિસ અને સહકર્મીઓ વચ્ચે માન-સન્માન તથા શાખ જળવાઈ રહેશે. પરિવારમાં પરસ્પર તાલમેલની કમીના કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે, જેનું કારણ તમારો ગુસ્સો અને ચીડચીડાપણું જ હશે. તેથી પોતાના સ્વભાવ પર નિયંત્રણ રાખો. તાવ તથા ઉધરસ-શરદી જેવી સમસ્યાઓ પરેશાન કરશે. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો અને પ્રાણાયામ તથા કસરત કરવી એ એનો યોગ્ય ઉકેલ છે. લકી કલર: ક્રીમ, લકી નંબર: ૭.
મિથુન: કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો આ સપ્તાહે ઉકેલ મળશે. તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમને કોઈપણ પરિસ્થિતિમાં તાલમેલ જાળવવામાં મદદ કરશે. બાળકોનું ધ્યાન પણ પોતાના અભ્યાસ તરફ લાગેલું રહેશે. કોઈ યાત્રાનો પ્રોગ્રામ કેન્સલ થવાથી રાહત મળશે. બિનજરૂરી કેટલાક એવા ખર્ચાઓ સામે આવશે કે જેમાં કાપ મૂકવો પણ શક્ય નહીં હોય. ગુસ્સો અને જીદ જેવા નકારાત્મક સ્વભાવ પર અંકુશ લગાવો. તેના કારણે ઘણા બનતા કામ બગડી પણ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના પ્રોજેક્ટને લઈને પરેશાન રહેશે. કાર્યક્ષેત્ર પર બહારના લોકોના હસ્તક્ષેપથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તમારી દેખરેખ ખૂબ જ આવશ્યક છે. ઉત્તમ રહેશે કે પોતાની નીતિઓમાં કેટલાક ફેરફાર લાવો. નોકરીયાત લોકો પણ કોઈને કોઈ સમસ્યાના કારણે પરેશાન રહેશે. ઘર-પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. ઉધરસ, શરદી તથા ગળા સંબંધિત કોઈપણ તકલીફને ઇગ્નોર ન કરો. ચેકઅપ કરાવો અને તાત્કાલિક સારવાર લો. લકી કલર: લીલો, લકી નંબર: ૧.
કર્ક: ફાયનાન્સ સંબંધિત લેવડ-દેવડની બાબતોમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા કામ સમય અનુસાર પૂર્ણ થતા જશે. આવકના સાધનોમાં પણ સુધારો આવશે. ઘરમાં કોઈ અવિવાહિત વ્યક્તિ માટે સગાઈ/લગ્નનો પ્રસ્તાવ આવવાની પણ સંભાવના છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા ઘરના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહ પર પણ જરૂર ધ્યાન આપો. અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ભાઈઓ સાથે સંબંધો મધુર બનાવી રાખવા તમારી જવાબદારી છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ ગંભીરતાથી વિચાર-વિમર્શ અને મૂલ્યાંકન કરવાની જરૂર છે. ઉધાર આપેલા પૈસા કે પેમેન્ટ કલેક્ટ કરવા માટે સમય અતિ ઉત્તમ છે. નોકરીયાત વ્યક્તિઓને અચાનક જ કોઈ પ્રકારની યાત્રાનો ઓર્ડર આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે મધુર સાંજસ્ય રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધોમાં પરિણમી શકે છે. સમસ્યાઓના કારણે સ્વભાવમાં તણાવ અને ગુસ્સા જેવી સ્થિતિ રહેશે. માનસિક સુકૂન અને શાંતિ માટે મેડિટેશન, યોગની મદદ લો. લકી કલર: લાલ, લકી નંબર: ૯.
અહીં આપેલું રાશિફળ જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બીના જણાવ્યા મુજબ છે. આસ્ત્રોલોજી એ શ્રદ્ધા અને માન્યતાનો વિષય છે; તેને વૈજ્ઞાનિક તથ્ય તરીકે ન લેવું જોઈએ.