18 ઓક્ટોબર, રવિવારથી 24 ઓક્ટોબર, શનિવાર સુધીના સપ્તાહ માટે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી રાશિ મુજબની આગાહી રજૂ કરવામાં આવી છે. આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે, તે જાણો.
મિથુન રાશિ: આ અઠવાડિયે તમે અનુભવી લોકોના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન અને અનુભવોને આત્મસાત કરો. આનાથી આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે અને નકારાત્મક વિચારો દૂર થશે. ભાગ્ય કરતાં કર્મ પર વધુ વિશ્વાસ રાખો. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તણાવ લેવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. નકારાત્મક પ્રવૃત્તિ વાળા લોકોથી અંતર જાળવો, નહિતર માન-સન્માન પર આંચ આવી શકે. વધતા ખર્ચ ચિંતામાં મૂકી શકે. વ્યવસાયમાં ભવિષ્યની યોજનાઓ માટે અત્યારથી મહેનત કરવી જરૂરી છે. પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ સાથે સંકળાયેલા વ્યવસાય ફાયદાકારક રહેશે. નોકરીયાતોને પ્રમોશનના યોગ છે, સાથે ટૂર પણ શક્ય છે. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત બનશે. પ્રેમ સંબંધો મર્યાદાપૂર્ણ રાખો. માનસિક અને શારીરિક થાક રહી શકે છે, નકારાત્મક વિચારોને ઉપજવા ન દો. લકી કલર: ગુલાબી, લકી નંબર: 2.
તુલા રાશિ: આ અઠવાડિયે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને મહેનત તથા યોગ્યતા મુજબ સાનુકૂળ પરિણામ મળશે. કોઈ સામાજિક-ધાર્મિક આયોજનની જવાબદારી પણ તમારા પર રહેશે, માન-સન્માન જળવાઈ રહેશે. ક્યારેક વિચલિત અને ભાવનાત્મક સ્વભાવ પરેશાનીનું કારણ બની શકે. મહત્વની વસ્તુઓ, દસ્તાવેજો સંભાળીને રાખો, ચોરી કે ખોવાઈ જવાની સ્થિતિ બની શકે. વ્યવસાયમાં પડકારો રહેશે, યોગ્ય વ્યવસ્થા જાળવવા મહેનત જરૂરી છે. સંયમ રાખો, સ્ટાફની પ્રવૃત્તિઓ પર તીક્ષ્ણ નજર રાખો. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પરિવારજનો વચ્ચે પ્રેમ અને સામંજસ્ય જળવાઈ રહેશે. એસિડિટી અને પેટ બગડવાની સમસ્યા થઈ શકે, જે પોતાની લાપરવાહીને કારણે છે. કુદરતી ઇલાજ વધુ બહેતર રહેશે. લકી કલર: વાદળી, લકી નંબર: 5.
કન્યા રાશિ: આ અઠવાડિયે મહેનતથી અણધાર્યા લાભ મળશે. પરિવાર સાથે સંકળાયેલી સમસ્યાના ઉકેલમાં તમારું વિશેષ યોગદાન રહેશે. વિદ્યાર્થીઓનું ધ્યાન નવી માહિતી પ્રાપ્ત કરવામાં લાગશે. કોઈની ખોટી વાતને ગુસ્સાને બદલે સમજદારીથી ઉકેલો, નહિતર માન-સન્માન પર વાત આવી શકે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે, તેમનું ધ્યાન રાખો. અનાવશ્યક ખર્ચ પર અંકુશ લગાવો. વ્યવસાયને વધુ બહેતર બનાવવા મનન અને ચિંતન કરો, ઉતાવળમાં નિર્ણય ન લો. પબ્લિક ડીલિંગ અને મીડિયા સાથે સંકળાયેલા કાર્યોમાં ધ્યાન આપો, સારો નફો થવાની આશા છે. સરકારી મામલાઓમાં સાવચેતી રાખો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે, પ્રેમી-પ્રેમિકા એકબીજાની ભાવનાઓ સમજશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો, જોખમી પ્રવૃત્તિઓમાં રસ ન લો, ઈજા થવાની કે પડી જવાની સ્થિતિ બની શકે. લકી કલર: લીલો, લકી નંબર: 8.
કર્ક રાશિ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવવાથી તમે તણાવમુક્ત અનુભવશો. કોઈ સામાજિક સમારંભમાં ભાગ લેવાનો અવસર મળશે. ઘરની સુખ-સુવિધા અને જાળવણી પર ખર્ચ કરીને પ્રસન્નતા અનુભવાશે. તમારું કોઈ સ્વપ્ન સાકાર થઈ શકે છે. કોઈના પર વિશ્વાસ કરતા પહેલાં તમામ પાસાં પર વિચાર-વિમર્શ કરો. શોપિંગ વગેરેમાં અતિશય ખર્ચ થઈ શકે. મિત્રો સાથે વધુ મેળજોળ અને રખડવું સમયનો બગાડ છે. વ્યવસાયમાં અનૈતિક કામથી બચો, કોઈ ઈન્ક્વાયરી થઈ શકે અને માન-સન્માન પર માઠી અસર પડી શકે. અજાણી વ્યક્તિ સાથે ડીલ ફાઈનલ કરતી વખતે પેપરવર્કમાં લાપરવાહી ન દાખવો. પરિવારજનો વચ્ચે મનદુઃખની સ્થિતિ બનશે, પણ ઘરની વાતો બહાર ન જાય તેનું ધ્યાન રાખો. સ્નાયુમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા વધી શકે, ફિઝિયોથેરાપી અને કસરતથી રાહત મળશે. લકી કલર: ઓરેન્જ, લકી નંબર: 1.