સત્ય. સાહસ. સંકલ્પ.

સાપ્તાહિક રાશિફળ: 12થી 18 ઓક્ટોબર 2026, ગ્રહોની ચાલથી 12 રાશિઓ પર મિશ્ર અસર

સાપ્તાહિક રાશિફળ: 12થી 18 ઓક્ટોબર 2026, ગ્રહોની ચાલથી 12 રાશિઓ પર મિશ્ર અસર

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા અનુસાર, 12 ઓક્ટોબર 2026 થી 18 ઓક્ટોબર 2026 સુધીના સપ્તાહનું રાશિફળ જાહેર થયું છે. ગ્રહોની બદલાતી ચાલ અને નક્ષત્રોની સ્થિતિને કારણે આ સપ્તાહ 12 રાશિઓ માટે મિશ્ર ફળ લઈને આવી રહ્યું છે. કેટલીક રાશિઓને આત્મવિશ્વાસ, સફળતા અને આર્થિક લાભ મળશે, તો અમુક રાશિના જાતકોએ મુસાફરીમાં ખોટા ખર્ચ, વાદ-વિવાદ અને સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી પડશે.

મેષ: મુસાફરી દરમિયાન ખોટા ખર્ચ થવાની સંભાવના છે. અણધારી મુલાકાત થઈ શકે છે. સમયનો વ્યય થાય કે વ્યસ્તતા વધે તેવું બની શકે. વાતચીતમાં ઉગ્રતા ન થાય અથવા ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ધીરજ રાખવી હિતાવહ છે.

વૃષભ: વાતચીતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે. કંઈપણ જાણવાની વૃત્તિ વધુ જાગે છે અને ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધે છે. થોડી તકેદારી રાખવી સારી છે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. શાંતિથી સમય પસાર કરવો.

મિથુન: સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે છે. પરિચિત લોકો સાથે સમય વધુ પસાર કરવાનો યોગ છે. કોઈ સામાજિક કાર્યમાં તન-મન-ધનથી યથાશક્તિ સેવા આપવાની તત્પરતા દર્શાવશો. મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ મળી શકે છે.

કર્ક: લોકો પ્રત્યે આદરભાવ રાખવો ઇચ્છનીય છે. દરેક બાબતમાં ધીરજ અને ગણતરી કરવી હિતાવહ છે. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો સારો વ્યવહાર સામે પક્ષે પણ મળશે, માટે ધીરજ અને શાંતિ રાખવી.

સિંહ: કામકાજ અને વાતચીતમાં ધીરજ તેમજ જવાબદારી યોગ્ય રાખવી. ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું બની શકે છે. થાકની અસર કામના અંતે વધુ દેખાશે.

કન્યા: આત્મવિશ્વાસ અને કાર્યરુચિ વધુ દેખાશે. વાણી પર પ્રભુત્વ સારું રહેશે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની સંભાવના છે. મુસાફરીનું આયોજન સંભવિત છે અને ઉત્સાહ સારો જોવા મળશે, જેની સારી અસર વ્યક્તિત્વ પર પણ પડશે.

તુલા: તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી વાત જોવા મળે છે. સારા પરિવર્તનના યોગ બની શકે છે. આત્મવિશ્વાસ સારો રહેશે, જેની અસર કામ અને વ્યવહાર પર સારી જોવા મળશે. નિખાલસતા રાખવી જેથી કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહેશે અને પ્રશંસા થશે.

વૃશ્ચિક: થોડી ધીરજ અને તકેદારી રાખવી. વાતચીતમાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા મળશે. થાકની અસર વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ પણ જોવા મળશે.

ધન: નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે છે. કાર્યમાં ઉત્સાહ સારો જોવા મળશે. અન્યનો સહયોગ પણ મળી શકે છે. ફુરસદના સમયમાં આરામવૃતિની ઈચ્છા વધુ જોવા મળશે. ઇતર પ્રવૃત્તિમાં સમય પસાર થાય કે નાણાંનો ખોટો ખર્ચ પણ થઈ શકે છે.

મકર: જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે. ખુશી, આનંદ અને સંતોષ જોવા મળશે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળશે. કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના છે.

કુંભ: કોઈ કાર્ય હેતુ મુલાકાતો વધુ બનશે. કાર્યમાં વ્યસ્તતા વધુ રહેશે. હિતશત્રુ અને ખટપટ કરનારા હોય તો તે કાબુમાં રહેશે. તમારે વાતચીતમાં સંયમ રાખવો અને ધીરજ રાખવી સારી. નવા કાર્યમાં સફળતાની સંભાવના છે.

મીન: આ સપ્તાહમાં તમારે આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. મિત્રોનો સહયોગ મળશે. આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવું. મુસાફરીનો યોગ છે.