સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘ રવાના, 33 વર્ષથી ચાલતી પરંપરા

અમદાવાદના વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘ રવાના, 33 વર્ષથી ચાલતી પરંપરા

અમદાવાદના વ્યાસવાડીથી માતા અંબાના દર્શન માટે પદયાત્રા સંઘ રવાના થયો છે. 'બોલ માડી અંબે... જય જય અંબે'ના જયઘોષ સાથે ભક્તોએ અંબાજી તરફ પગપાળા પ્રયાણ કર્યું છે.

આ પદયાત્રા છેલ્લા 33 વર્ષથી વ્યાસવાડી ખાતેથી યોજાય છે. નવરાત્રીના પર્વ માટે માતાજીને નિમંત્રણ આપવા શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જાય છે. હાથમાં ધજા અને હૈયામાં મા અંબા પ્રત્યેની શ્રદ્ધા લઈને મોટી સંખ્યામાં માઈભક્તો ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે.