સત્ય. સાહસ. સંકલ્પ.

વ્યારા સુગરના 850 ખેડૂતોને દિવાળી પહેલા ₹7.14 કરોડની ચૂકવણી

વ્યારા સુગરના 850 ખેડૂતોને દિવાળી પહેલા ₹7.14 કરોડની ચૂકવણી

વ્યારા સુગરના 850થી વધુ શેરડી ખેડૂતોને મોટી રાહત મળી છે. રાજ્ય સરકારે તેમના બાકી શેરડીના નાણાં પેટે કુલ રૂ. 7.14 કરોડની ચૂકવણી મંજૂર કરી છે. આ રકમ દિવાળી પહેલા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે.

લાંબા સમયથી શેરડીના પૈસા ન મળવાથી વ્યારાના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં હતા. ખેતીના ખર્ચ અને તહેવારની તૈયારી વચ્ચે નાણાં ન મળવાથી તેમને હાલાકી પડી રહી હતી. અગાઉ માવઠાથી પણ ખેડૂતોને નુકસાન થયું હતું. ખેડૂતોની રજૂઆતો ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે.

આ ચૂકવણીથી 850થી વધુ ખેડૂત પરિવારોને સીધો આર્થિક લાભ થશે. તેઓ દિવાળી ઉમંગભેર ઉજવી શકશે.