સત્ય. સાહસ. સંકલ્પ.

VVS લક્ષ્મણ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિમાયા

VVS લક્ષ્મણ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિમાયા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની નિમણૂક કરી છે.

નિયમિત હેડ કોચ ગૌતમ ગંભીર આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે સિનિયર ટીમ સાથે રહેશે. લક્ષ્મણ આ ટીમની કમાન સંભાળશે, જેમાં શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે રમશે.

એશિયન ગેમ્સ 2026 જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે. ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય પુરુષ ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે.

લક્ષ્મણ અગાઉ 2023ની એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમના કોચ હતા, જ્યાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ તેમની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.

કોચિંગ સ્ટાફમાં સુનિલ જોશી, ઋષિકેશ કાનિટકર અને સુભાદીપ ઘોષનો પણ સમાવેશ થાય છે. આ ટીમમાં યુવા ખેલાડીઓને તક મળવાની શક્યતા છે.