સત્ય. સાહસ. સંકલ્પ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન, આજે સાંજે 5 વાગ્યે અંતિમયાત્રા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન, આજે સાંજે 5 વાગ્યે અંતિમયાત્રા

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન થયું છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જાણીતા નેતાઓ અંતિમયાત્રામાં જોડાવાની શક્યતા છે.

વીરજી ઠુમ્મરે માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં, પણ વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી.

તેમના રાજકીય જીવનની વાત કરીએ તો, 1990માં તેઓ બાબરા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય (જનતા દળ) બન્યા હતા. 1995માં બાબરા બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2004માં અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ બન્યા હતા. 2017માં લાઠી-બાબરા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. આમ, તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ રહ્યા હતા.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે. વધુ માહિતી મળતાં જ અહીં ઉમેરવામાં આવશે.