ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલી આજે 38 વર્ષના થયા છે. ક્રિકેટના મેદાન પર તેમની આક્રમક રમત ચાહકોને દીવાના બનાવે છે, જ્યારે મેદાનની બહાર તેમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. અનુષ્કા શર્મા સાથે લગ્ન પહેલા વિરાટનું નામ કેટલીક અભિનેત્રીઓ અને મોડેલ્સ સાથે જોડાયું હતું. જોકે, મોટાભાગના અહેવાલો સત્તાવાર રીતે પુષ્ટિ થયા નહોતા.
વિરાટની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેનું નામ દક્ષિણ ભારતીય અભિનેત્રી સાક્ષી અગ્રવાલ સાથે જોડાયું હતું, પરંતુ આ અહેવાલોને કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા.
2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ ચર્ચામાં આવ્યો હતો. તે સમયે મિસ ઈન્ડિયા 2007 અને અભિનેત્રી સારાહ જેન ડાયસ સાથે તેના નામની ચર્ચા થઈ હતી. બંને પક્ષોએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.
IPL 2011 દરમિયાન વિરાટ અને અભિનેત્રી સંજના ગલરાની કેટલીક જગ્યાએ સાથે જોવા મળ્યાં હતાં. ત્યારબાદ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ સંજનાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મિત્રો છે.
વર્ષ 2012માં વિરાટ અને તમન્ના ભાટિયાએ એક મોબાઇલ કંપનીની જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ હોવાની અફવાઓ ફેલાઈ હતી, જોકે કોઈએ પુષ્ટિ કરી નહોતી.
બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લીટે સાથે વિરાટના સંબંધોની સૌથી વધુ ચર્ચા થઈ હતી. મીડિયા અહેવાલો મુજબ, બંને 2012થી 2014 દરમિયાન એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ઇઝાબેલે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે થોડા સમય માટે વિરાટ સાથે સંબંધમાં હતી, પરંતુ બાદમાં બંને પરસ્પર સંમતિથી અલગ થઈ ગયાં હતાં.
વિરાટ અને અનુષ્કાની મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે-ધીમે આ સંબંધ પ્રેમમાં બદલાયો. બંનેએ 2017માં લગ્ન કર્યા હતા. આજે પણ વિરાટ-અનુષ્કાની જોડી ચાહકોમાં લોકપ્રિય છે.