સત્ય. સાહસ. સંકલ્પ.

વેરાવળ રેલવે કોલોનીમાં જુગારધામ પર દરોડો, 2 RPF હેડ કોન્સ્ટેબલ સહિત 6 ઝડપાયા

વેરાવળ રેલવે કોલોનીમાં જુગારધામ પર દરોડો, 2 RPF હેડ કોન્સ્ટેબલ સહિત 6 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રેલવે કોલોનીમાં ચાલતા જુગારધામ પર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે દરોડો પાડ્યો છે. આ દરોડામાં 2 આરપીએફ હેડ કોન્સ્ટેબલ અને 3 રેલવે કર્મચારી સહિત 6 લોકો જુગાર રમતા ઝડપાયા છે.

એલસીબી પશ્ચિમ રેલવે રાજકોટની ટીમે આ દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રેલવે કર્મચારીના પાડોશીના ક્વાર્ટરમાં આ જુગારધામ ચાલતું હતું. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. 58,300 રોકડ અને રૂ. 1.57 લાખની કિંમતના 6 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

આ અંગે વેરાવળ રેલવે પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.