સત્ય. સાહસ. સંકલ્પ.

શુક્ર 3 ઓક્ટોબરે વક્રી થશે, દિવાળી સુધી આ 3 રાશિઓને આર્થિક લાભની શક્યતા

શુક્ર 3 ઓક્ટોબરે વક્રી થશે, દિવાળી સુધી આ 3 રાશિઓને આર્થિક લાભની શક્યતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર ગ્રહ 3 ઓક્ટોબર, 2026ના રોજ વક્રી થશે. આ ઉંધી ચાલ 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જ્યોતિષીઓના મતે આ સમયગાળો મેષ, મિથુન અને કર્ક રાશિના જાતકો માટે શુભ મનાય છે.

આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને ધનલાભ, આર્થિક સુધારો, વેપારમાં વૃદ્ધિ અને સામાજિક માન-સન્માન મળવાની શક્યતા છે. કામનું દબાણ ઘટી શકે છે અને સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

મેષ રાશિ: શુક્ર તમારી રાશિના સાતમા ભાવમાં વક્રી થશે. સાતમો ભાવ સંબંધો અને ભાગીદારી સાથે જોડાયેલો છે. અંગત સંબંધોમાં નવો બદલાવ જોવા મળી શકે છે. વ્યાપાર કરતા જાતકો માટે આ સમય મહત્વનો રહી શકે છે. બિઝનેસમાં નફાની તકો મળી શકે છે. નવા વિચારો આવશે અને કારોબારને આગળ વધારવામાં સફળતા મળી શકે છે.

મિથુન રાશિ: શુક્રની વક્રી ચાલ તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન મંગળ બીજા ભાવમાં રહેશે અને શુક્ર-રાહુ વચ્ચે ત્રિકોણ સંબંધ બનશે. તેની અસર આત્મવિશ્વાસ, સાહસ અને પરાક્રમ પર પડી શકે છે. ક્રિએટિવિટી વધી શકે છે. ડિજિટલ માર્કેટિંગ અને કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલા લોકોને લાભની તકો મળી શકે છે. સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકો માટે પણ આર્થિક ફાયદાની તકો બની શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થવાના સંકેત છે અને જૂના દેવા કે ઉધારમાંથી રાહત મળવાની શક્યતા છે.

કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે શુક્રનું વક્રી થવું ખાસ રહી શકે છે. શુક્ર તમારી રાશિના ચોથા ભાવમાં વક્રી થશે, જ્યાં માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. લગ્ન ભાવમાં ઉચ્ચના ગુરુ બિરાજમાન છે. આ ગ્રહ સ્થિતિના પ્રભાવથી માનસિક શાંતિ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધવાના યોગ બની શકે છે. પરિવાર સાથે સારો સમય વિતી શકે છે અને ઘરનું વાતાવરણ ખુશહાલ રહી શકે છે. જૂના વિવાદ કે કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં રાહત મળવાના સંકેતો છે.