વિટામિન B12 શરીર માટે એક આવશ્યક પોષક તત્વ છે. તેની ઉણપથી થાક, નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. શાકાહારી ડાયટ લેતા લોકોમાં B12ના યોગ્ય સ્રોતો અંગે ઘણીવાર મૂંઝવણ રહે છે. નિષ્ણાતોના મતે, યોગ્ય ડાયટ અને ફોર્ટિફાઇડ ફૂડ્સની મદદથી B12ની ઉણપ પૂરી કરી શકાય છે.
પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં અનેક વિટામિન તથા મિનરલ્સ હોય છે. નિષ્ણાતોના મતે, પાલકને વિટામિન B12નો સ્રોત માનવામાં આવે છે.
દૂધ, દહીં અને પનીર શાકાહારી લોકોના ડાયટનો મહત્વનો ભાગ છે. કેટલાક ડેરી પ્રોડક્ટ્સમાં વિટામિન B12 મળી શકે છે. જોકે તેનું પ્રમાણ પ્રોડક્ટ પ્રમાણે અલગ હોઈ શકે છે. B12ની ઉણપ હોય તો માત્ર ડેરી પ્રોડક્ટ્સ પર આધાર રાખવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
બીટમાં વિવિધ પોષક તત્વો અને એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાદ્ય પદાર્થ છે. નિષ્ણાતોના મતે, બીટ વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.
નિષ્ણાતોના મતે, ચણામાં પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે. શેકેલા ચણાને વિટામિન B12નો સ્રોત માનવામાં આવે છે.
ફણગાવેલા મગ પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે સંતુલિત ડાયટનો સારો ભાગ બની શકે છે. તેથી વિટામિન B12ની ઉણપ પૂરી કરવામાં મદદ મળી શકે છે.
શાકાહારી લોકો માટે વિટામિન B12 મેળવવા માટે B12-ફોર્ટિફાઇડ ફૂડ્સ ઉપયોગી વિકલ્પ બની શકે છે.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ ડાયટમાં ફેરફાર કરતા પહેલા અથવા B12 સપ્લિમેન્ટ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.