સત્ય. સાહસ. સંકલ્પ.

વંદે ભારત એક્સપ્રેસની સીટોમાં સંભવિત ફેરફાર: શું છે નવો પ્રસ્તાવ?

વંદે ભારત એક્સપ્રેસની સીટોમાં સંભવિત ફેરફાર: શું છે નવો પ્રસ્તાવ?

નવી દિલ્હી: વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં સીટોની ડિઝાઇન બદલવાનો પ્રસ્તાવ રેલ્વે બોર્ડને મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ રેલ્વે ઇજનેરો અને કોચ બનાવતી એકમની બેઠકમાં આ સૂચન આગળ આવ્યું છે.

હાલમાં, વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ક્લાસમાં રોટેશનવાળી સીટો હોય છે, જેને મુસાફરો 360-ડિગ્રી ફેરવી શકે છે. તેનાથી મુસાફરોને ટ્રેનની દિશા પ્રમાણે સામે કે પાછળ બેસવાની સ્વતંત્રતા મળે છે. જોકે, આ સીટોની જાળવણી માટે વધારાના પાર્ટ્સ અને કોચમાં વધારાની જગ્યાની જરૂર પડે છે, જેના કારણે ખર્ચ પણ વધે છે.

પ્રસ્તાવ મુજબ, આ ફરતી ખુરશીઓને દૂર કરીને સ્થિર ખુરશીઓ લગાવવામાં આવે, તો બે બેઠકો વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે. આમ કરવાથી એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં બેઠકોની વધારાની હરોળ ઉમેરી શકાય છે, જેનાથી એક ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધારી શકાય છે.

રેલ્વે બોર્ડે આ પ્રસ્તાવની સમીક્ષા માટે ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ના ઇજનેરોને કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ પ્રસ્તાવ ક્યારે લાગુ થશે અને આખરી સ્વરૂપ કેવું હશે, તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આ ફેરફારથી રેલ્વે સેવામાં કોઈ ફેરફાર કરવાનો ઇરાદો નથી. તે માત્ર સીટની ડિઝાઇન અને વ્યવસ્થામાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.