ભારતીય રેલ્વેની પ્રીમિયમ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ તેની ઝડપ અને સુવિધાઓ માટે જાણીતી છે, પરંતુ તેની બ્રેકિંગ સિસ્ટમ પણ એટલી જ અદ્યતન છે. આ ટ્રેનમાં ઈલેક્ટ્રો-ન્યુમેટિક ડિસ્ક બ્રેકનો ઉપયોગ થાય છે, જે સામાન્ય ટ્રેનો કરતાં અલગ છે.
આ સિસ્ટમમાં બ્રેક લગાવતી વખતે ટ્રેનની ગતિજ ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરીને તેનો ફરી ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીને રિજનરેટિવ બ્રેકિંગ કહેવાય છે. સામાન્ય ટ્રેનોમાં બ્રેક લગાવવાથી ગતિજ ઉર્જા ગરમીમાં બદલાઈને વેડફાઈ જાય છે, પરંતુ વંદે ભારતમાં તે વીજળીમાં ફેરવાય છે.
ઈમરજન્સીમાં પણ આ સિસ્ટમ ખૂબ અસરકારક છે. તેમાં કારની જેમ ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ (EBD) લાગેલી છે, જે ટ્રેનને મુસાફરોને જોખમ વિના સુરક્ષિત રીતે રોકી શકે છે. આ વ્યવસ્થાનું ટ્રાયલ ઓગસ્ટમાં પૂર્ણ થયું છે.
અંદાજ મુજબ આ ટેકનોલોજી દ્વારા લગભગ 30 ટકા વીજળી પાછી મેળવી શકાય છે, જેનાથી રેલવેના વીજ બિલ અને ઊર્જાની બચત થાય છે. રેલવેમાં મહિલા કોચમાં ઘૂસવા પર ₹2,500 અને સ્મોકિંગ પર ₹2,000 દંડ સહિતના નવા નિયમો પણ લાગુ કરાયા છે.