હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સતત ચોથી મેચમાં પણ બેન્ચ પર જ બેસવું પડ્યું છે.
રાંચીમાં ભારતની જીત બાદ ચાહકોને આશા હતી કે હૈદરાબાદમાં યોજાનારી મેચમાં વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે. જોકે, ટીમ મેનેજમેન્ટે કોઈ ફેરફાર ન કરતાં તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.
ઓપનિંગમાં સંજુ સેમસનને સતત તક મળી રહી છે, પરંતુ તે સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. તેના કારણે વૈભવ માટે ટીમમાં જગ્યા બનતી નથી. પાંચ મેચની આ શ્રેણીમાં અત્યાર સુધીની ચાર મેચમાં વૈભવને તક ન મળતાં હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે શું તે આખી શ્રેણીમાં બેન્ચ પર જ બેસી રહેશે?
શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બેંગલુરુમાં રમાશે. ચાહકોને હજી પણ આશા છે કે આ મેચમાં વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને મયંક યાદવ.