સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો

એશિયન ગેમ્સમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો

2026 એશિયન ગેમ્સની પુરુષ ક્રિકેટ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 9 બોલમાં 15 રન બનાવ્યા હતા, પરંતુ તેમણે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આ પહેલાં એશિયન ગેમ્સમાં કોઈ ભારતીય ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

3 ઓક્ટોબરે ફાઇનલ મેચ વખતે વૈભવની ઉંમર 15 વર્ષ 190 દિવસ હતી. આ સાથે તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો છે. તેમણે નિશાનેબાજ સૌરભ ચૌધરીનો રેકોર્ડ તોડ્યો છે. સૌરભે 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં 16 વર્ષની ઉંમરે પુરુષોની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

વૈભવ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારો સૌથી યુવા ભારતીય ખેલાડી નથી. સૌથી યુવા ભારતીય ખેલાડી સંજના ભાતુલા છે, જેમણે 2022 એશિયન ગેમ્સ (2023માં યોજાયેલી)માં 15 વર્ષ 3 મહિના 11 દિવસની ઉંમરે સ્પીડ સ્કેટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી વૈભવ જ છે.

આ યાદીમાં 18 વર્ષની સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહનું નામ પણ સામેલ છે. તેમણે 2022 એશિયન ગેમ્સમાં 15 વર્ષ 6 મહિના 16 દિવસની ઉંમરે મહિલા સ્ક્વોશ ટીમ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ફાઇનલ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 211 રનનો સ્કોર ઊભો કર્યો હતો. અભિષેક શર્માએ 61 રન અને તિલક વર્માએ 51 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં પાકિસ્તાને હસન નવાઝની 96 રનની શાનદાર ઇનિંગ્સના આધારે લડત આપી, પરંતુ ટીમ 19 રનથી હારી ગઈ અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.