સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં રખડતી ગાયનો હુમલો: માતાએ દીકરાને બચાવવા મરણિયા પ્રયાસ કર્યો

વડોદરામાં રખડતી ગાયનો હુમલો: માતાએ દીકરાને બચાવવા મરણિયા પ્રયાસ કર્યો

વડોદરાના બાજવા વિસ્તારમાં બુધવારે સાંજે એક માતા પોતાના નાના દીકરાને સાયકલ પર બેસાડીને જઈ રહી હતી, ત્યારે રખડતી ગાયે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. ગાયે દીકરાને શિંગડે ભરાવીને ફંગોળવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે માતા-પુત્ર બંને ઘાયલ થયા છે.

CCTV ફૂટેજમાં જોવા મળે છે કે ગાય અચાનક દોડી આવીને માતા-પુત્ર પર તૂટી પડે છે. માતા દીકરાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગાય ફરી હુમલો કરે છે. આ દરમિયાન નજીકમાં હાજર એક સ્થાનિક વ્યક્તિએ હિંમત કરીને ગાયને ભગાવી અને માતા-પુત્રને છોડાવ્યા હતા.

આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ રખડતા પશુઓના મુદ્દે ફરી ચિંતા વ્યક્ત કરી છે. તેઓ માંગ કરે છે કે જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓને કાબૂમાં લેવા માટે તંત્ર તાત્કાલિક પગલાં લે, કારણ કે બાળકો અને વૃદ્ધો માટે આ ખતરો ગંભીર છે.