સત્ય. સાહસ. સંકલ્પ.

સમલાયા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં આગ, આખો માલ બળ્યો

સમલાયા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં આગ, આખો માલ બળ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક પ્લાસ્ટિક શીટ બનાવતી એક ફેક્ટરીમાં ભારે આગ લાગી છે. આગમાં કંપનીમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો આખો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આગ એટલી મોટી હતી કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

આ ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે, જાનહાનિના કોઈ અહેવાલ નથી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગે આગ કાબૂમાં લીધા બાદ જ કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાએ ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટીના પાલન અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે.