સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં આઠમા નોરતે કૈરવી બુચે ગરબા પ્રસ્તુતિ કરી, શહેરમાં રાસ-ગરબાનો માહોલ

વડોદરામાં આઠમા નોરતે કૈરવી બુચે ગરબા પ્રસ્તુતિ કરી, શહેરમાં રાસ-ગરબાનો માહોલ

વડોદરામાં નવરાત્રિના આઠમા દિવસે રાસ-ગરબાનો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. જાણીતી ગાયિકા કૈરવી બુચેએ પોતાની પ્રસ્તુતિથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શહેરના વિવિધ મેદાનોમાં યોજાયેલા ગરબા કાર્યક્રમોમાં દેવી-દેવતાઓની ઝાંખી પણ જોવા મળી હતી.

આઠમા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિના અંતિમ તબક્કામાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસમાં નવરાત્રિનું સમાપન થશે.