વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડમાં આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે આયોજકોએ આ કડક નિયમ લાદ્યો છે. ગરબાના બોક્સ ઓફિસ બહાર સ્પષ્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે તિલક વગર પ્રવેશ મળશે નહીં.
આયોજકોના જણાવ્યા મુજબ, આ નિયમનો મુખ્ય હેતુ મેદાનમાં શિસ્ત જાળવવાનો અને અસામાજિક તત્વોને ગરબા મેદાનમાં પ્રવેશતા રોકવાનો છે. તેમનું માનવું છે કે કેટલાક લોકો ગરબાના પવિત્ર વાતાવરણને બગાડે છે અને ઝઘડા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. તિલકને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે અને તેનાથી ગરબાની પવિત્રતા જળવાઈ રહે છે.
ખેલૈયાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને તેને આવશ્યક ગણાવ્યો છે. નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ નિયમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.