સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર LPG ટેન્કર લીકેજ, 8 કલાકથી હાઈવે બંધ

વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર LPG ટેન્કર લીકેજ, 8 કલાકથી હાઈવે બંધ

વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર આજે પરોઢિયે ચાર વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો. દહેજથી જયપુર જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર નંદેસરી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતા દૂધના ટેન્કરે તેને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે એલપીજી ટેન્કરના પાછળના ભાગે વાલ્વ લીકેજ થયું હતું અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાઈ ગયો હતો.

ગેસ લીકેજને કારણે મોટા અકસ્માતનો ભય ઊભો થયો હતો. નંદેસરી પોલીસ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીપી-13 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને સવારથી હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. આના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા અને તેમને લાંબું અંતર કાપીને પરત ફરવું પડ્યું હતું.

ઘટનાના આઠ કલાક પછી પણ વાહનવ્યવહાર શરૂ થયો નથી. ટીપી-13ના સ્ટેશન ઓફિસર કિરણ બારીયાએ જણાવ્યું હતું કે ટેન્કરમાંથી લીકેજ ચાલુ છે અને નજીક જઈને લીકેજ બંધ કરવું જોખમી છે. તેથી ટેન્કર ખાલી થાય તેની રાહ જોવાઈ રહી છે.