સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા દારૂકાંડ: બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ

વડોદરા દારૂકાંડ: બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા આશરે 84 લાખ રૂપિયાના દારૂકાંડમાં પોલીસ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કે.ડી. લાડુમોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ અહેવાલના આધારે આ પગલું લેવાયું હોવાનું જાણવા મળે છે.

આ મામલો આશરે ત્રણ મહિના જૂનો છે. તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડીને મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની કિંમત આશરે 84 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન આ જથ્થો બુટલેગર નીલુ સિંધીએ મંગાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આટલો મોટો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક બાપોદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે હવે બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે.