સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: સાવલી રોડ પર ડમ્પરમાં આગ, ડ્રાઈવર અને ક્લીનર સુરક્ષિત બચ્યા

વડોદરા: સાવલી રોડ પર ડમ્પરમાં આગ, ડ્રાઈવર અને ક્લીનર સુરક્ષિત બચ્યા

વડોદરા શહેરને જોડતા સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા એક ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આગ ચાલુ ડમ્પરમાં લાગતાં ધુમાડાના મોટા ગોટેગોટા આકાશમાં દેખાયા હતા, જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, ડમ્પરના ડ્રાઈવર અને ક્લીનર બંને સુરક્ષિત બચી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મંજુસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી હતી, જેથી વાહનવ્યવહારમાં કોઈ અડચણ ન પડી. પોલીસે આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.