સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાને PM ઇ-બસ યોજના હેઠળ વધુ 30 ઇલેક્ટ્રિક બસો મળી, 29 કિમી વિસ્તારને ફાયદો

વડોદરાને PM ઇ-બસ યોજના હેઠળ વધુ 30 ઇલેક્ટ્રિક બસો મળી, 29 કિમી વિસ્તારને ફાયદો

વડોદરા મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની ‘પીએમ ઇ-બસ સેવા યોજના’ના ફેઝ-2 હેઠળ વધુ 30 નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ ગોત્રી બસ ડેપો ખાતેથી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવી બસો શરૂ થવાથી શહેરના 29 કિલોમીટરના વિસ્તારમાં દરરોજ અવરજવર કરતા હજારો નાગરિકોને સીધો ફાયદો થશે. આ યોજના હેઠળ વડોદરા શહેરને કુલ 250 ઇલેક્ટ્રિક બસો ફાળવવાનો લક્ષ્યાંક છે. તેમાંથી પહેલા ફેઝમાં 50 બસો કાર્યરત કરાઈ હતી, અને હવે વધુ 30 બસો ઉમેરાતાં શહેરમાં દોડતી ઇ-બસોની સંખ્યા વધી છે.

મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળે તે માટે તંત્ર આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં નવા સુવિધાયુક્ત બસ સ્ટોપ બનાવવાનું પણ આયોજન કરી રહ્યું છે. આ પહેલથી શહેરમાં પ્રદૂષણમુક્ત અને સુગમ જાહેર પરિવહનને વેગ મળશે.