ગુજરાતના ઐતિહાસિક શહેર વડનગરમાં આવેલા અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને જર્મનીના બર્લિનમાં પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ સાથે આ મ્યુઝિયમ આ સન્માન મેળવનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બન્યું છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ સિદ્ધિની માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આપણી સભ્યતાનો સદીઓ જૂનો વારસો હવે વૈશ્વિક ડિઝાઇનના મંચ પર પોતાની ઓળખ બનાવી રહ્યો છે. તેમણે આ સિદ્ધિને ગુજરાતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા માટે ગૌરવપૂર્ણ ગણાવી છે.
તેમણે લખ્યું, “આપણી સભ્યતાના કાયમી વારસાથી લઈને વૈશ્વિક ડિઝાઇન ઉત્કૃષ્ટતા સુધી, વડનગર ઇતિહાસ રચી રહ્યું છે! અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમે બર્લિન, જર્મનીમાં પ્રખ્યાત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 જીત્યો છે.”
તેમણે ઉમેર્યું કે ભારતને ગર્વ અપાવતા, વડનગર આ ખાસ સન્માન મેળવનાર દેશનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બન્યું છે, જેનાથી ગુજરાતનો વારસો વૈશ્વિક ડિઝાઇન નકશા પર આવી ગયો છે. આપણા શાનદાર ભૂતકાળથી લઈને વૈશ્વિક ઓળખ સુધી, ગુજરાત ઇતિહાસ રચી રહ્યું છે.
રેડ ડોટ એવોર્ડ ડિઝાઇન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. આ એવોર્ડ મ્યુઝિયમની ડિઝાઇન અને પુરાતત્ત્વીય અનુભવની રજૂઆતને બદલ મળ્યો છે.