સત્ય. સાહસ. સંકલ્પ.

V4+India બેઠક 2026: યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને સમર્થન

V4+India બેઠક 2026: યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને સમર્થન

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્ર દરમિયાન પ્રથમ V4 + ભારત વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ. આ બેઠક સ્લોવાકિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના વિદેશ મંત્રીઓ સાથે ભાગ લીધો હતો.

વિસેગ્રાડ ગ્રૂપ (V4) એ મધ્ય યુરોપના ચાર દેશો – પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકનું સાંસ્કૃતિક અને રાજકીય ગઠબંધન છે. આ સંગઠન લશ્કરી, આર્થિક, સાંસ્કૃતિક અને ઉર્જા ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવાનો હેતુ ધરાવે છે.

બેઠકમાં વેપાર અને રોકાણ, ટેક્નોલોજી અને ઇનોવેશન, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ અને સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ, મોબિલિટી અને લોકો વચ્ચેના આપસી સંબંધો પર ચર્ચા થઈ. ભારત અને V4 દેશોના વ્યાપારીઓ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ વચ્ચે વધુ સંવાદની તકો પર પણ ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ, શાંતિ અને સુરક્ષા, સુધારાત્મક બહુપક્ષીયવાદ અને ગ્લોબલ સાઉથના પડકારો પર વિચારોનું આદાન-પ્રદાન થયું.

પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું હતું. સ્લોવાકિયાના વિદેશ પ્રધાન જુરાજ બ્લાનરે જણાવ્યું હતું કે, ગ્લોબલ સાઉથના અગ્રણી દેશ અને ઈન્ડો-પેસિફિકમાં ઉભરતી શક્તિ તરીકે ભારતને યુએનની ટોચની નિર્ણય લેતી સંસ્થામાં સ્થાન મળવું જોઈએ.

આ બેઠકથી પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો.