સત્ય. સાહસ. સંકલ્પ.

ઉષા વેન્સ હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડતાં-પડતાં બચ્યા, સિક્યોરિટી ઓફિસરો ફક્ત તમાશો જોતા રહ્યા

ઉષા વેન્સ હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડતાં-પડતાં બચ્યા, સિક્યોરિટી ઓફિસરો ફક્ત તમાશો જોતા રહ્યા

અમેરિકાના મેરીલેન્ડમાં હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે યુએસ સેકન્ડ લેડી ઉષા વેન્સ 9 સપ્તાહના પુત્ર સાથે લપસી પડ્યા હતા. જોકે, તેમણે સમયસૂચકતા વાપરી રેલિંગ પકડી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરક્ષાકર્મીઓની સંવેદનહીનતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, ઉષા વેન્સ પડતાં-પડતાં બચ્યા ત્યારે માત્ર બે-ત્રણ ફૂટના અંતરે તહેનાત સિક્યોરિટી ઓફિસરોએ તેમને સંભાળવા હાથ લંબાવવાની પણ તસ્દી ન લીધી અને માત્ર તમાશો જોતા ઊભા રહ્યા.

આ ઘટના ત્યારે બની જ્યારે વેન્સ પરિવાર મિડ-ટર્મ ચૂંટણીના પ્રચાર અર્થે અલાસ્કા જવા રવાના થઈ રહ્યો હતો, જ્યાં જેડી વેન્સ રિપબ્લિકન સેનેટર ડેન સુલિવાનના સમર્થનમાં રેલી સંબોધવાના છે. આ પ્રવાસ સાથે ઉષા વેન્સ અમેરિકાના તમામ 50 રાજ્યોની યાત્રા પૂર્ણ કરશે.

નોંધનીય છે કે વેન્સ પરિવારમાં ગત 19 જુલાઈએ જન્મેલો એલેક તેમનું 4થું બાળક છે, જેની સાથે 9 વર્ષનો ઇવાન, 6 વર્ષનો વિવેક અને 4 વર્ષની મિરાબેલ પણ પરિવારમાં સામેલ છે. ઘટના સમયે ઉષા વેન્સની પાછળ તેમની 4 વર્ષની પુત્રી મિરાબેલ સાથે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પણ હેલિકોપ્ટર પરથી નીચે ઉતરી રહ્યા હતા.