અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધ્યો છે. ઈરાનના 90% તેલ પ્રોસેસિંગ માટે મહત્વપૂર્ણ ખાર્ગ ટાપુ નજીક એક તેલ ટેન્કર પર અમેરિકાએ મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર મિસાઈલો ટેન્કર પર ત્રાટકી હોવાનું જાણવા મળ્યું છે.
ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્કે આ હુમલાની પુષ્ટિ કરી છે. હુમલા બાદ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી પ્રદેશમાં તણાવ વધુ વકર્યો છે.