નવેમ્બર 2026ના પહેલા અઠવાડિયામાં વોશિંગ્ટન અને જેરુસલેમમાં જે રાજકીય ભૂકંપ આવ્યો તેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે. દાવ પર માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ અને બેન્જામિન નેતન્યાહુની સત્તા જ નહોતી, તેની સાથે દુનિયાની અર્થવ્યવસ્થા, ક્રૂડ ઓઇલ પુરવઠો અને તેની કિંમતોનું ભવિષ્ય પણ અટવાયેલું હતું.
આ બધાની શરૂઆત ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર કરેલા યુદ્ધથી થઈ. વ્હાઇટ હાઉસના વિશ્લેષકો માનતા હતા કે આ યુદ્ધ 4-5 અઠવાડિયામાં પૂરું થશે અને ઈરાન ઘૂંટણિયે પડી જશે. પરંતુ ટ્રમ્પના નજીકના લોકો અને નિષ્ણાતોની ગણતરી ખોટી પડી. યુદ્ધ લાંબુ ખેંચાયું અને ટ્રમ્પ પાસે યુદ્ધ ખતમ કરવાની તાકાત નહોતી રહી. વધુમાં, મિડ ટર્મ ચૂંટણીમાં ઈરાન યુદ્ધ ટ્રમ્પ માટે રાજકીય કબર સાબિત થયું.
3 નવેમ્બર 2026ના રોજ યોજાયેલી અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં અમેરિકન લોકોએ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હાર આપી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી લીધી. આ હારથી ટ્રમ્પના હાથ બંધાઈ ગયા અને જાન્યુઆરી 2027થી ડેમોક્રેટ્સ ટ્રમ્પ સામે ત્રીજીવાર મહાભિયોગ લગાવવાની તૈયારી કરી રહ્યા હોવાના સમાચાર છે.
પરંતુ ચૂંટણી પરિણામના બીજા દિવસે એટલે કે 4 નવેમ્બરે એક મોટો ધડાકો થયો. જ્યારે રિપબ્લિકન પાર્ટી પોતાની હારનો શોક મનાવી રહી હતી, ત્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સોશિયલ મીડિયા પર પોતાની જ સરકારની ટીકા કરી. વાન્સે જાહેરમાં સ્વીકાર્યું કે, “અમેરિકન મિડ ટર્મ ચૂંટણી હારવાનું એક માત્ર મોટું કારણ ઈરાનનું યુદ્ધ અને ઈઝરાયલ માટેની અમારી વિદેશ નીતિ રહ્યું.”
અમેરિકાના ઇતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ ઉપરાષ્ટ્રપતિએ પોતાના જ રાષ્ટ્રપતિના સૌથી મોટા લશ્કરી અભિયાનને જાહેરમાં નિષ્ફળ ગણાવ્યું હોય. વાન્સના આ ખુલ્લા બળવાને ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે 100 ટકા સાચી વાત ગણાવી. જ્યારે વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ટ્રમ્પનો બચાવ કરતા આ યુદ્ધને નેતૃત્વની કિંમત ગણાવી. આનો સીધો અર્થ એ થયો કે 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ રિપબ્લિકન પાર્ટીમાં ફૂટ પડી છે.
ટ્રમ્પે ઈઝરાયલને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અમેરિકન મતદારોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે મતદાનના જ દિવસે જાહેરાત કરી કે અમેરિકા 2026ના અંતથી ઈઝરાયલને અપાતી અંદાજે 32 હજાર કરોડ રૂપિયાની લશ્કરી સહાય બંધ કરી દેશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ઈઝરાયલ પાસે પૂરતા પૈસા છે, હવે તેમણે અમારા હથિયારો ખરીદવા પડશે.”
અમેરિકા તરફથી મળેલા આ આંચકાની પહેલા જ ઈઝરાયલની અંદર સત્તા પલટાઈ ગઈ છે. 6 નવેમ્બરની સવાર સુધીમાં બેન્જામિન નેતન્યાહુના શાસનનો અંત લાવવા માટે વિપક્ષી નેતા અને પૂર્વ આર્મી ચીફ ગાદી આઈઝનકોટ 120માંથી 67 સાંસદોનું સમર્થન મેળવવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ અહીં સૌથી મોટો વળાંક એ છે કે આઈઝનકોટની પોતાની ઝાયોનિસ્ટ પાર્ટીઓ પાસે માત્ર 48 બેઠકો છે. સરકાર બનાવવા માટે આઈઝનકોટને પેલેસ્ટાઈન સમર્થક 19 બેઠકોવાળા આરબ પક્ષોના ટેકાની જરૂર પડશે.
ઈરાને જૂન 2026માં પહેલો સમજૂતી કરાર તૂટી પડ્યા બાદ સીધી લશ્મરી લડાઈને બદલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી કરીને દુનિયાની આર્થિક નસ બદાવી દીધી. નવેમ્બર 2026માં યુદ્ધ આઠમા મહિનામાં પ્રવેશ્યું છે, અને અમેરિકાને મોટું નુકસાન થયું છે.