સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત બાદ વિશ્વભરના નેતાઓની પ્રતિક્રિયા, ટ્રમ્પ માટે મોટો ફટકો

અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત બાદ વિશ્વભરના નેતાઓની પ્રતિક્રિયા, ટ્રમ્પ માટે મોટો ફટકો

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ સંસદના બંને ગૃહો—હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ—પર મજબૂત પકડ જમાવી છે. રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પરિણામ મોટો આંચકો ગણાય છે. આ રાજકીય ઉલટફેર બાદ વિશ્વભરના નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. કેટલાક દેશોએ પરિણામોને આવકાર્યા છે, તો કેટલાકે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને ટ્રમ્પની હારની મજાક ઉડાવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે અમેરિકી નાગરિકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ ભાગલાવાદી રાજનીતિને બદલે એકતા ઇચ્છે છે અને એવા નેતાઓ ઈચ્છે છે જે જટિલ સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ લાવી શકે.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પરિણામોનું સ્વાગત કરતાં કહ્યું કે અમેરિકી જનતાએ ગરીબી પેદા કરતી નીતિઓ સામે મતદાન કર્યું છે. આ પરિણામ નફરત, પુરુષપ્રધાન માનસિકતા, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જને નકારનારાઓ તથા ધનિક વર્ગના વિશેષાધિકારો વિરુદ્ધનો જનાદેશ છે.

ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે જણાવ્યું કે અમેરિકી મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ યુદ્ધ ઇચ્છતા નથી. ઈરાન શાંતિના સંદેશને સમર્થન આપે છે.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ હજુ પદ પર છે અને રશિયા આશા રાખે છે કે તેઓ વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસો આગળ વધારશે. રશિયન સાંસદ લિયોનિદ સ્લુત્સ્કીએ કહ્યું કે હાલ કોઈ અંતિમ તારણ કાઢવું વહેલું ગણાશે, પરંતુ ટ્રમ્પ પ્રતિકૂળ સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

યુકેના સ્વાસ્થ્ય મંત્રી જેમ્સ ફ્રિથે આ પરિણામને ડેમોક્રેટ્સ અને અમેરિકન લોકશાહી માટે મહત્વપૂર્ણ રાત ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે બ્રિટન અમેરિકા સાથેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં પણ જાળવી રાખશે.

નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે જણાવ્યું કે આ પરિણામ અમેરિકન મતદારોના માનસમાં આવેલા વ્યાપક બદલાવ અને નવી રાજકીય દિશા તરફનો સ્પષ્ટ સંકેત આપે છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરીલ રામાફોસાએ કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીને બંને ગૃહોમાં મળેલો વિજય આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત કરશે. તેમણે આશા દર્શાવી કે ટ્રમ્પના વહીવટમાં...