સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં મોંઘવારી: ડીઝલ 6.38 ડોલર પ્રતિ ગેલન, 65% અમેરિકનો ટ્રમ્પને જવાબદાર માને છે

અમેરિકામાં મોંઘવારી: ડીઝલ 6.38 ડોલર પ્રતિ ગેલન, 65% અમેરિકનો ટ્રમ્પને જવાબદાર માને છે

વોશિંગ્ટન: અમેરિકામાં ટ્રમ્પના શાસન દરમિયાન મોંઘવારી ભયંકર બની છે. ઓગસ્ટના અંતે ફુગાવાનો દર 3.4% નોંધાયો છે, જે ફેડની 2% મર્યાદાથી ઘણો વધારે છે. ગેસોલિનનો ભાવ પ્રતિ ગેલન 4.41 ડોલર અને ડીઝલનો ભાવ 6.38 ડોલર સુધી પહોંચી ગયો છે. ડીઝલ આગામી દિવસોમાં 7 ડોલર સુધી પહોંચી શકે તેવી આગાહી થઈ રહી છે.

અમેરિકામાં 65% લોકો આ કારમી મોંઘવારી માટે ટ્રમ્પને જવાબદાર માને છે. ટ્રમ્પના અર્થતંત્ર સંભાળવાના રેટિંગમાં મોટો ઘટાડો થયો છે. માત્ર 17% અમેરિકનો માને છે કે ટ્રમ્પ જીવનધોરણ ખર્ચને યોગ્ય રીતે સંભાળી રહ્યા છે, જ્યારે 26% લોકો અર્થતંત્ર સંભાળવાની તેમની ક્ષમતાને માન્યતા આપે છે. આ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી નીચું રેટિંગ છે, જે બાઇડેનના શાસન કરતાં પણ ખરાબ ગણાય છે.

ગ્રોસરીથી લઈને ગેસ, ડીઝલ, પિત્ઝા, સેન્ડવીચ, બર્ગર, હોટડોગ સહિતની દરેક વસ્તુના ભાવ વધ્યા છે. 50% થી વધુ અમેરિકનોને ચિંતા છે કે તેઓ ગાડીમાં ટેન્ક ફુલ કરાવી શકશે કે નહીં, જે જુલાઈમાં 39% હતો. ટ્રમ્પે 2024ના પ્રચાર દરમિયાન બાઇડેન અને કમલા હેરિસને ફુગાવા માટે દોષિત ઠેરવ્યા હતા અને અમેરિકાને મહાન બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વચન પાળવામાં નિષ્ફળ ગયા છે.