સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં H-1B વીઝા નિયમો કડક, ભારતીય IT પ્રોફેશનલ્સ માટે ચિંતા

અમેરિકામાં H-1B વીઝા નિયમો કડક, ભારતીય IT પ્રોફેશનલ્સ માટે ચિંતા

અમેરિકામાં H-1B વીઝા મેળવીને નોકરી અને ગ્રીન કાર્ડ દ્વારા કાયમી વસવાટનું સ્વપ્ન જોતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે ચિંતાના સમાચાર છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર H-1B વીઝા કાયમી ધોરણે બંધ કરવાની વિચારણા કરી રહી હોવાનું જણાય છે. તેમજ H-1B વીઝા માટેના નિયમો પણ કડક કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાના શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી એસ્પોસિટોએ સંકેત આપ્યા છે કે આગામી 365 દિવસમાં H-1B વીઝા વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત છેતરપિંડી કરનારા એમ્પ્લોયરો અને સંસ્થાઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

H-1B વીઝા માટેની 1 લાખ ડોલરની ફી વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. અમેરિકાએ H-1B વીઝા હેઠળ કેટલાક ખાસ વીઝાધારકોના પ્રવેશ પર લગાવેલા પ્રતિબંધને 21 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવ્યો છે.

આ પગલાંઓની અસર ભારતના કુશળ આઈટી પ્રોફેશનલ્સ પર પડશે, જેઓ મોટી સંખ્યામાં H-1B વીઝા પર અમેરિકા જાય છે. નિષ્ણાતોના મતે, નિયમોમાં વધુ કડકાઈથી વીઝા મેળવવાની પ્રક્રિયા મુશ્કેલ બનશે અને ખર્ચમાં વધારો થશે.