સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં સમગ્ર દેશમાં ફ્લાઇટ્સ થંભી, 15 લાખ મુસાફરો એરપોર્ટ પર ફસાયા

અમેરિકામાં સમગ્ર દેશમાં ફ્લાઇટ્સ થંભી, 15 લાખ મુસાફરો એરપોર્ટ પર ફસાયા

અમેરિકામાં શુક્રવારે અચાનક સમગ્ર દેશમાં ફ્લાઇટ્સ પર રોક લગાવી દેવામાં આવી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો. આ કારણે આશરે 7,000 ફ્લાઇટ્સ મોડી પડી અથવા રદ કરવી પડી. જેના કારણે ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને કેલિફોર્નિયા સહિત અનેક શહેરોના એરપોર્ટ પર લગભગ 15 લાખ મુસાફરો ફસાઈ ગયા.

આ દરમિયાન એરપોર્ટ્સ પર વિવિધ દ્રશ્યો જોવા મળ્યા. કોઈ મુસાફર હાર્પ (સ્ટ્રિંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ) વગાડીને સમય પસાર કરતું જોવા મળ્યું, તો કોઈ બાળકો સાથે રમતા નજરે પડ્યા. જ્યારે કેટલાક મુસાફરો લેપટોપ પર કામ કરતા દેખાયા.

ડલેસ એરપોર્ટના ટર્મિનલમાં ફ્લાઇટની રાહ જોતા મુસાફરો, JFK એરપોર્ટ પર ફ્લોર પર બેઠેલા મુસાફરો, વોશિંગ્ટન એરપોર્ટ પર લગેજ બેલ્ટ પર હાર્પ વગાડતો પેસેન્જર, શિકાગોના ઓ'હેર એરપોર્ટ પર રનવે પાસે ઊભેલા વિમાનો, ડલેસ એરપોર્ટ પર લેપટોપ પર કામ કરતા અથવા પાવર નેપ લેતા મુસાફરો, એરપોર્ટની સ્ક્રીન પર ફ્લાઇટ્સના બદલાયેલા સમયની માહિતી, JFK એરપોર્ટ પર ટર્મિનલમાં આવતા-જતા મુસાફરો અને થાકી ગયેલી મહિલા મુસાફર માથું પકડીને સીડીઓની બાજુમાં બેસી ગયેલી જોવા મળી. ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા મુસાફરોને પાણી પીરસવામાં આવ્યું અને એક મુસાફર બાળકને ખોળામાં બેસાડીને તેની સાથે મસ્તી કરીને સમય પસાર કરી રહ્યો છે.

આ ઘટના અંગે વધુ માહિતી માટે અમેરિકન વિમાની સંસ્થાઓ દ્વારા તપાસ ચાલુ છે.