સત્ય. સાહસ. સંકલ્પ.

ડીપસીક પર અમેરિકી પ્રતિબંધથી ચીન નારાજ, ટ્રમ્પ-જિનપિંગ સંમતિનો ભંગ કરવાનો આરોપ

ડીપસીક પર અમેરિકી પ્રતિબંધથી ચીન નારાજ, ટ્રમ્પ-જિનપિંગ સંમતિનો ભંગ કરવાનો આરોપ

અમેરિકાએ સરકારી આઈટી સિસ્ટમમાંથી ચીની એઆઈ મોડેલ ‘ડીપસીક’ (DeepSeek) પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય સામે ચીને કડક વિરોધ વ્યક્ત કર્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, આ પ્રતિબંધ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તાજેતરમાં થયેલી સંમતિની વિરુદ્ધ છે.

ચીને અમેરિકા પાસે ભેદભાવપૂર્ણ પ્રતિબંધો તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, આવા પગલાંથી બંને દેશો વચ્ચેના સામાન્ય વ્યાપારી સહયોગ પર અસર પડશે અને ચીની કંપનીઓના હિતોને નુકસાન થશે. આ નિર્ણય વૈશ્વિક ટેકનોલોજી બજારમાં તણાવ વધારી શકે છે.

ચીને સ્પષ્ટ કર્યું છે કે, બંને દેશો સંબંધો સુધારવા અને વ્યાપારી સહયોગ સામાન્ય બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આવા નિર્ણયો તેમની સમજૂતીની ભાવનાથી વિપરીત છે.

ડીપસીક એ ચીનનું અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ છે, જે હાલમાં વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે ચર્ચામાં છે. તેનો ઉપયોગ પ્રશ્નોના જવાબો મેળવવા, ડેટાનું વિશ્લેષણ કરવા અને વિવિધ ડિજિટલ કામગીરી માટે થાય છે.